Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે આગામી માસે મેગા નેશનલ લોક અદાલત યોજાશે

આગામી મહિને પોરબંદરમાં મેગા લોકઅદાલતનું આયોજન થયું છે તેથી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા પક્ષકારોને વધુને વધુ કેસ મુકવા થઇ અપીલ થઇ છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ હાઇકોર્ટના ઉપક્રમે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, પોરબંદર દ્વારા તા. ૧૧-૨-૨૦૨૩ શનિવારના રોજ પોરબંદર શહેર અને તાલુકા મથકે આવેલા તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. અને આ નેશનલ લોક અદાલતમાં દાખલ થયેલા તથા દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન)ના કેસો હાથ પર લેવામાં આવનાર છે. તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાપવામાં આવેલ ઇ-ચલણ લોક અદાલતમાં પ્રિ- લીટીગેશન સ્ટેજ પર દંડ ભરી શકાશે. તથા ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ જનરેટ કરવામાં આવેલ ઇ-ચલણ મોબાઇલ એપ્લીકેશન મારફત, ટ્રાફીકશાખાની વેબસાઇટ મારફત આપની નજીક આવેલ ટ્રાફિક શાખામાં તા. ૧૧-૨-૨૦૨૩ ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં સાન્દીપનિ રોડ સેવા સદન-૨ સામે જિલ્લા ન્યાયાલય, પ્રથમમાળ પોરબંદર ખાતે ભરી શકાશે.

તેમજ આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, ચેક રીટર્ન અંગેના તેમજ અકસ્માત વળતર, બેંક લેણા, લગ્નવિષયક, મજુર અદાલતના તેમજ જમીન સંપાદનના અને ઇલેકટ્રીસીટી તેમજ રેવન્યુ, દિવાની, ખાધાખોરાકી અને અન્ય સમાધાનના કેસો હાથ પર લેવામાં આવનાર છે, જેથી પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.ટી. પંચાલ દ્વારા તથા પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટ પોરબંદરના ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાય દ્વારા તમામ પક્ષકારોને વધુમાં ફેમીલીકોર્ટ, પોરબંદરના મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાય દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છૂટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અને લોક અદાલતને સફળ બનાવવા જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ઇન્ચાર્જ ફૂલટાઇમ સેક્રેટરી એમ.બી.દવેએ યાદી પાઠવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે