Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સિંધી સમાજ ના અગ્રણીના મોબાઈલ ની ભરબજારે ચીલઝડપ કરનાર ઝડપાયો

પોરબંદર સિંધી સમાજ ના અગ્રણી ના મોબાઈલ ની ચીલઝડપ કરનાર ને પોલીસે ગણતરી ની કલાકો માં જ ઝડપી લીધો છે

પોરબંદર સિંધી સમાજના અગ્રણી રવિ અશોકભાઈ નેભનાણી એ પોલીસ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈ તા.૨૩ ના બપોરે ૧૧:૩૦ વાગ્યે તેઓ કેદારેશ્વર રોડ પર મીરા શોપિંગ સેન્ટર પાસે થી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્શ તેના હાથમાંથી ૧૪,૦૦૦ રૂપિયાની કિમતનો ફોન ઝુંટવીને નાસી ગયો હતો. પોલીસે એ વિસ્તાર ના સીસીટીવી કેમેરા ની મદદ થી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન રવી એ પોતાની ફરીયાદમાં જણાવેલ વર્ણનવાળા શખ્સ બાબતે પોલીસ ને ચોકકસ માહિતી મળતા તુરત જ એક ટીમ બનાવી લીમડાચોક શાક માર્કેટ પાછળ વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બાતમી વાળો શખ્શ ત્યાંથી પસાર થતા પોલીસે તેનું નામ પૂછતા પોતાનુ નામ મંગલ મણીલાલ ચૌહાણ ( ઉ.વ. ૨૧,રહે. કર્લીના પુલ પાસે ખાડીકાંઠે પોરબંદર, મૂળ ખારી ગામ, બાવરીવાસ સ્કૂલની બાજુમાં તા. હાપા, જિ. જામનગર)હોવાનુ જણાવ્યું હતું. પોલીસે આ શખ્શ ની અંગ ઝડતી કરતા એક મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલના બીલ બાબતે પૂછપરછ કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. અને આ મોબાઈલ પોતે મીરા શોપીંગ સેન્ટર પાસેથી અજાણ્યા માણસનો ચોરી કરી ઝૂંટવી લીધો હોવાની કબુલાત આપી હતી. આ શખ્સ પાસે થી કબ્જે કરાયેલ મોબાઈલ રવી નો જ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ શખ્સે હજુ પણ આ રીતે કોઈ ચીલઝડપ ને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે