Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં માછીમારોના ડીઝલના ભાવ ના પ્રશ્ને ઉચ્ચ કક્ષા એ રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ સહકારી મંડળી સંચાલિત પંપોને આપવામાં આવતા ડીઝલમાં રીટેઈલ આઉટલેટ અને ફીશરીઝ આઉટલેટના ભાવ એક સરખા રાખવામાં રજૂઆત કરવામાં આવી છે.

હંમેશા માછીમારોના હીતમાં કામ કરતા મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના ડીઝલ વિક્રેતા પ્રતિનિધિ મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને મુખ્યમંત્રી તેમજ દરીયાઈપટ્ટી ઉપર આવતી લોકસભાના બેઠકના ૬ સાંસદો ફીશરીઝ કમીશ્ડર, ડાયરેકટર, મત્સ્યોદ્યોગ સચિવ, જી.એફ.સી.સી.એ.ના ડાયરેક્ટર, મત્સ્યોદ્યોગ મંત્રીઓ વગેરેને આવેદન પાઠવીને જણાવ્યું છે કે, સહકારી મંડળી સંચાલિત પંપોને આપવામાં આવતા ડીઝલમાં રીટેઈલ આઉટલેટ તથા ફીશરીઝ આઉટલેટના ભાવ એક સરખા રાખવામાં આવે તો માછીમારોનું હિત જળવાય તેમ છે અને માછીમારોને બજારભાવે મંડળીઓ ડીઝલ પુરું પાડી શકે તેમ છે તેમ છે તેમ જણાવીને દરીયાઈપટ્ટી ઉપર આવતી લોકસભા બેઠકના ૬ સાંસદો સહિત ફીશરીઝ કમીશ્નર, ડાયરેકટર, મત્સ્યોદ્યોગ સચિવ, જી.એફ.સી.સી.એ.ના ડાયરેકટર, મત્સ્યોદ્યોગ મંત્રીઓ વગેરેને આવેદન પાઠવવામાં આવ્યું છે. આ બાબતે મુખ્યમંત્રી સાથે રૂબરૂ પણ મુલાકાત કરવામાં આવી હતી.

મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ડીઝલ વિક્રેત પ્રતિનિધી મંડળે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માછીમારોને ફીશીંગ કરવા માટે જરૂરી ડીઝલનો જથ્થો રાહતદરે મળતો રહે તે માટે સરકારની જી.એફ.સી.સી.એ.-ગુજરાત ફીશરીઝ સેન્ટ્રલ કો-ઓપરેટીવ એસોસીએશન લીમીટેડ સંસ્થા સહકારી મંડળીઓના માધ્યમથી જથ્થો વિતરણ કરે છે. સહકારી મંડળીઓ માછીમારોના હીતમાં હંમેશા રહે છે અને પડતર ભાવે ડીઝલ વિતરણ કરે છે.

રાષ્ટ્રીયકૃત ઓઈલ કંપની દ્વારા હાલમાં છુટક બજારભાવે જ ડીઝલ મંડળીઓને આપવામાં આવે છે. જેથી મંડળીઓ ફકત ઓપરેશનકોસ્ટ જ લગાવીને ડીઝલ માછીમારો સુધી પહોંચાડે છે, પરંતુ સહકારી મંડળીઓ સુધી ડીઝલ છુટક બજારભાવે પહોંચતું હોવાથી અને તેમાં ઓપરેશન કોસ્ટ અને વેટ વગેરે લાગતું હોવાથી હાલ માછીમારોને ડીઝલ બજાર ભાવ કરતા ૩.૫૦ રૂપિયા જેટલું મોંઘુ પડી રહ્યું છે. જેથી સહકારી મંડળીઓને પણ ડીઝલ રાષ્ટ્રીયકૃત ઓઈલ કંપનીઓ દ્વારા રીટેઈલ આઉટલેટને જે ભાવે ડીઝલ મળે છે તે ભાવે સરકારી મંડળીઓને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. આ બાબત કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી આપની કક્ષાએથી અમારી વાતને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા યોગ્ય કરવા અમારી ખાસ રજૂઆત છે.

હાલમાં નવા ટેન્ડર મુજબ ભારત સરકાર માન્ય ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ દ્વારા માછીમારોને ડીઝલનો જથ્થો પુરો પાડવામાં આવે છે તેથી કેન્દ્ર સરકાર તથા ઓઈલ કંપીનીઓના અધિકારીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી અને જી.એફ.સી.સી.એ. તથા અન્ય મંડળીઓને રીટેઈલ આઉટલેટ અને ફીશરીઝ આઉટલેટના ખરીદીના ભાવને એક સરખા કરી દેવાની યોજના કરી આપવા માંગ છે.

જી.એફ.સી.સી.એ. તથા અન્ય પ્રાઇવેટ મંડળીઓ હરહંમેશ માછીમારોના હીતમાં કામ કરતી હોય, માછીમારોનું હીત સચવાય તેવા ધ્યેય સાથે આ રજુઆત કરવામાં આવી હોવાથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે તેમ પત્રના અંતે જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે