Saturday, November 21, 2026

|| तुम रक्षक काहू को डरना ||

મોટા સલાયાના મહિલાની કરપીણ હત્યાના વિરોધમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજ મેદાને

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા સલાયા ખાતે રહેતા ખારવા સમાજના સ્વ. પાર્વતીબેન રામજી પાંજરીની તા. ૦૬/૧૧/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી નિર્દયતાપૂર્વકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પોરબંદર પંથકમાં પડ્યા છે. આ જઘન્ય ઘટનાના વિરોધમાં અને પીડિત પરિવારને ત્વરિત ન્યાય અપાવવાના હેતુથી ‘શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ)’, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીને લેખિત આવેદનપત્ર પાઠવીને આરોપીને કડકમાં કડક સજા અને મૃત્યુદંડ અપાવવા સહિતની ઉગ્ર માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ)ના પ્રમુખ કાન્તિભાઈ પ્રેમજીભાઈ બાદરશાહી દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, મોટા સલાયાના રહેવાસી સ્વ. પાર્વતીબેન રામજી પાંજરીની નિર્દય હત્યાની હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર ખારવા સમાજ સહિત પોરબંદર પંથકની જનતામાં ભારે દુઃખ, આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના માત્ર એક પરિવારની વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા તથા ન્યાય સાથે જોડાયેલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે. આવી અમાનવીય ઘટનાથી સમાજમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી થઈ હોવાથી સમગ્ર સમાજ આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરે છે.

સમસ્ત ખારવા સમાજ દ્વારા રજૂ કરાયેલી મુખ્ય ૬ માંગણીઓ
લોકશાહી અને બંધારણીય માર્ગે સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવતા ખારવા સમાજ દ્વારા નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:નિષ્પક્ષ અને ઝડપી તપાસ: આ હત્યાના કેસમાં આરોપી વિરુદ્ધ કોઈપણ જાતના દબાણ કે ઢીલાશ વિના નિષ્પક્ષ, ઊંડાણપૂર્વક અને ઝડપી તપાસ કરી તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરી મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આરોપીને મૃત્યુદંડની સજા: ગુનાની ગંભીરતા અને કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાઓને આધારે કાયદાની જોગવાઈ મુજબ આરોપીને કડકમાં કડક સજા અને મૃત્યુદંડ (ફાંસી)ની સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે.ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો: કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સરકાર સમક્ષ તાત્કાલિક ભલામણ કરવામાં આવે.

તપાસની નિયમિત દેખરેખ: સમગ્ર તપાસ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે ઉચ્ચ સ્તરેથી નિયમિત દેખરેખ રાખી ન્યાયની ખાતરી કરવામાં આવે.પીડિત પરિવારને સરકારી સહાય અને સુરક્ષા: સરકારના પ્રવર્તમાન નિયમો અને યોજનાઓ મુજબ પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય, જરૂરી પોલીસ સુરક્ષા, કાયદાકીય માર્ગદર્શન તથા અન્ય તમામ શક્ય સરકારી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવે.મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવી: ભવિષ્યમાં આવી જઘન્ય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓમાં કાયદાનો ભય રહે તેવા કડક પગલાં લેવામાં આવે.

નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ નકલ રવાના
સમાજમાં ન્યાય વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે આ ઘટનાને વિશેષ પ્રાથમિકતા આપી તાત્કાલિક પગલાં લેવા કલેક્ટર સમક્ષ લાગણીસભર રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ રાજ્યના ગૃહ વિભાગના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (ગાંધીનગર) તેમજ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકને પણ મોકલી આપીને ન્યાયના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રજૂઆત માં કાન્તિભાઈ પ્રેમજીભાઈ બાદરશાહી,દીપકભાઈ જુંગી,ભાસ્કરભાઈ પાંજરી,વિનોદ બાદરશાહી,અશ્વિનભાઈ જુંગી સહીત અનેક આગેવાનો જોડાયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે