Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ઘેડ ના મેળાના આયોજન માટે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

પોરબંદર
ભારતની સાંસ્કૃતિક વિરાસતો એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ બને તે માટે ભારત સરકાર- ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સંકલન સાથે કામગીરી કરી રહ્યું છે.
માધવપુર ઘેડ ખાતે નો મેળો તા.૧૦ એપ્રિલથી ઉત્તર પૂર્વના રાજયો અને ગુજરાત ના સાંસ્કૃતિક સમન્વય- દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભક્તિના રંગારંગ કાર્યક્રમો અને વિશેષ ગરિમા સાથે શરૂ થવા જઇ રહ્યો છે. તારીખ ૧૦થી ૧૪મી એપ્રીલ સુધી આ મેળો યોજાશે.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય, ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગન નુ માર્ગદર્શન જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ,ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લા વહીવટ તંત્ર નું સંકલન અને મુખ્ય કામગીરી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા કરવામાં આવી રહી છે. વિશેષમાં રાષ્ટ્રીયકક્ષાના મહાનુભાવો, પ્રવાસીઓ ભક્તોને આવકારવા માધવપુર ગ્રામ પંચાયત પણ તૈયારી કરી રહી છે.
માધવપુર ઘેડ ના મેળા ની આયોજનની સાથે સાથે આસપાસના જિલ્લાઓમાં પણ મંદિરોને રોશનીથી ભક્તો મંદિર સંચાલકોસંસ્થાઓ દ્વારા શણગારવામાં આવશે. માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતો ની જાણકારી મળે અને તેની સાથે સાથે સ્થાનિક રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સકારાત્મક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેની મહત્વ જણાવ્યું છે. વર્ષ ૨૦૧૮ માં પણ માધવપુર ના મેળા ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારત ને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા પણ માર્ગદર્શન તેમજ તાજેતરમાં યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા પણ મેળા ના સ્થળની મુલાકાત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરના કલેકટર અશોક શર્મા ના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં વિવિધ મહાનુભાવો ના સંભવિત પ્રવાસ કાર્યક્રમ ને લઈને તેમજ પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે બીજા જિલ્લાઓ સાથે સંકલન કરીને એકોમોડેશન,લોજીસ્ટીક, મોબાઈલાઈઝેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન,પ્રોટોકોલ લાઇઝનીંગ સહિતના મેનેજમેન્ટની કામગીરી સંકલન સાથે કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી તેમજ જિલ્લાના કર્મયોગીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે