Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે:વિવિધ શિવમંદિરો એ ધાર્મિક કાર્યો યોજાશે

પોરબંદર

પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે.જેમાં વિવિધ ધાર્મિક સેવાકીય કાર્યક્રમો યોજાશે.

પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં શહેર થી ૧૦ કિ.મી દૂર પાંડવકાલીન ખીમેશ્વર મહાદેવના મંદિરે વિશેષ મહાશિવરાત્રીના ચાર પ્રહરની પૂજા,અભિષેક કરવામાં આવશે.અને સવિશેષ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા સવારના પહેલા પહોરમાં ૪ વાગ્યે મહાદેવને ગંગાજળથી સ્નાન કરાવી વિશેષ પુષ્પો અને પુષ્પ માળાઓનો શૃંગાર કરવામાં આવશે.મંગલા આરતી ૭ કલાકે થશે ત્યાર બાદ વિશેષ શૃંગારદર્શન કરવામાં આવશે.બીજા પ્રહરે મધ્યાંતર ૧૨:૩૦ કલાકે ભોગ ધરાવવામાં આવશે.ત્રીજા પ્રહરે સંધ્યા સમયે ૫.૫૦૦ કિલોગ્રામ ચાંદીના શિવમૂર્તિ મોહરાના વિશેષ શૃંગાર કરવામાં આવશે.અને સંધ્યા આરતી ૭:૩૦ કલાકે થશે.રાત્રે ૯ કલાકે રાજાશાહી વખતનું શિવમૂર્તિ મોહરૂના વિશેષ શૃંગારદર્શન અને ચોપાટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.ચોથા પ્રહરે રાત્રી ૧૨ કલાકે પુંજ પૂજા અને વિશેષ દીપમાળા સહિત રાત્રી આરતી કરવામાં આવશે.અલગ-અલગ ગ્રુપ દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર ના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલ શિવલિંગ ઉપર ડ્રાયફ્રુટ ગણેશ ભગવાન અને 2551 ચુરમાના લાડુ ના દર્શન યોજાશે.અને રાત્રે 12 વાગ્યે મહાઆરતી બાદ લાડુ નો પ્રસાદ આપવા માં આવશે.બોખીરા માં નારાયણનગર વિસ્તાર માં આવેલ નારાયણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવ રાત્રિ દર્શન તેમજ મહાપ્રસાદી નું આયોજન કરાયું છે. તેમજ સાંજ ના 6 વાગ્યે થી રાત્રે 10 વાગ્યા સુધી ધૂન નું આયોજન કરાયું છે.ગોપનાથ મહાદેવ ના મંદિર ખાતે બપોરે ૪ વાગ્યે અનોખા શ્રીંગાર દર્શન, મહા આરતી સવારે ૬:૩૦ વાગ્યે,ભોગ આરતી બપોરે ૧૨ વાગ્યે તથા રાત્રે ૧૨ વાગ્યે મહા આરતી નું આયોજન કરાયું છે.

પોરબંદર ના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ ના મંદિર ખાતે શિવરાત્રી નિમીતે એક નવી જ પહેલ કરીને શિવભકતો દ્વારા શિવલીંગ ઉપર જે દુધ ચડાવવામાં આવે છે.તે દુધ શિવલીંગ ઉપર ચડાવવાના બદલે તે દુધમાં ખાંડ અને બદામપીસ્તા ભેળવી પ્રસાદ તરીકે દરેક ભકતોને આપવાની અનોખી પહેલ ક૨વામાં આવશે.તેમજ શિવરાત્રીના દિવસે પ્રસાદમાં દુધ ઉપરાંત સુકીભાજી તથા ફરાળી ચેવડો તેમજ બાળકોને ચોકલેટ પ્રસાદી તરીકે અપાશે.તેમજ સાંધ્ય આરતીમાં પ્રખ્યાત બેન્ડ પાર્ટી ના તાલે આરતી કરવામાં આવશે.

ભોજેશ્વર પ્લોટ માં આવેલ ભોજેશ્વર મંદિરે મહાદેવને સવા કિલો દાગીનાનો શણગાર થશે.સ્ટેટના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ ભોજેશ્વર મહાદેવના મંદિરે આજે મહાદેવને સોનાનો કળશ, બીલીપત્ર, માતાજીને પગના ઝાંઝર, બંગડી, મુગટ, ચાંદીના છત્ર ચડાવવામાં આવશે.

છાયા રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટીમાં  ભોંય સમાજ ના શ્રમિકો દ્વારા 30 ફૂટ ઊંચી શિવલિંગ બનાવવામાં આવી છે.અને 111 ફૂટની જલધારા બનાવવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની ભાવ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું છે.અને શિવ મહાયજ્ઞ યોજાશે.જેમાં 108 જેટલા દંપતી એકસાથે પૂજા કરશે. મંગળવારે 100 લીટર દુધનો પ્રથમ અભિષેક થશે.જેની ભાંગ તૈયાર કરી પ્રસાદી આપવામાં આવશે.જે દુધનો અભિષેક થશે તે સદકાર્યમાં વપરાશે.એસીસી કોલોનીમાં આવેલ ભીમેશ્વર મહાદેવના મંદિરે 1551 લાડુના દર્શન યોજાશે.ભાવેશ્વર મંદિર ખાતે ગોલ્ડન મંદિર શણગાર તથા મહા પ્રસાદીનું આયોજન કરાયું છે.જિલ્લામાં શિવાલયોમાં વિવિધ શૃંગાર દર્શન, મહા આરતી તથા લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજનોનું આયોજન કરાયું છે.શિવભક્તો ભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે