Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાકક્ષાનો પી.એમ.વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ ૩૧ મે ના રોજ દેગામ ખાતે યોજાશે:જુદી-જુદી ૧૩ યોજનાઓના લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.

પોરબંદર

ભારત દેશ આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાને પ્રસંગે આઝાદીના અમૂત મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે પંચાયતી રાજની સંસ્થાઓ નાગરિક સામાજિક સંગઠનો સ્વાતંત્ર્ય સેનાનીઓના પરીવારો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર વ્યાપી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન તા. ૩૧ મે ના રોજ શિમલા,હિમાચલ પ્રદેશથી લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે.

જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાકક્ષાનો આ વચ્યુંઅલ સંવાદ કાર્યક્રમ દેગામ ખાતે આવેલ મહેર સમાજના પટાંગણમાં તા.૩૧/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૯.૩૦ કલાકે યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્ર ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન,પ્રધાનમંત્રી માતૃવંદના યોજના,સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ-શહેરી), જલજીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના,વન નેશન વન રેશનકાર્ડ,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના,આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના,આયુષ્ટમાન ભારત હેલ્થ-વેલનેશ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિત અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ કાર્યક્રમનો હેતું જે લાભાર્થીઓ યોજનાઓના લાભોથી વંચીત રહેલ છે તેની સંપુર્ણ લક્ષ્યાંક અંત્યોદય અભિગમ, વિવિધ લાભાર્થીલક્ષી યોજના દ્રારા પ્રાપ્ત થયેલ જીવન ધોરણ સુગમતાને સમજવી, આ યોજનાઓમાં સુધારા માટેના સુચનો મેળવવાનો છે.આ કાર્યક્રમમાં જિલ્લાપંચાયતના પ્રમુખ,ધારાસભ્ય,કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો સહભાગી થનાર છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે