Saturday, April 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં હનુમાનજી જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે:બાઇક રેલી,બટુક ભોજન સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદર

પોરબંદર માં હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.

પોરબંદરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પરમ ભકત શ્રી હનુમાન જન્મોત્સવની પોરબંદરમાં બાઇક રેલી ના સ્વરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.હનુમાન જન્મોત્સવને વધાવવા પોરબંદરની ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પણ શ્રીહનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીના સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન ૧૬-૪-૨૦૨૨ના શનિવારે સાંજે ૫ કલાકે સુદામાચોકથી બાઇક રેલી શરૂ થઇને પોરબંદરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઇને હનુમાન રોકડીયા મંદિર ખાતે પૂર્ણ થશે. બાઈક રેલી સુદામાચોકથી નીકળીને માણેકચોક, સ્વસ્તિક હોલ, બંદરરોડ,પાલાવાળો ચોક, શહીદચોક, શીતલાચોક, હનુમાન ગુફા, રાણીબાગ થઇને હાર્મની ફુવારા, મોટા ફુવારા થઇને જુરીબાગ થઇને વીર ભનુભાઇની ખાંભી રોડથી કમલાબાગ, નરસંગ ટેકરી થઇને આશાપુરા ચોકથી સીધી હનુમાન રોકડીયા મંદિર ખાતે પૂર્ણ થશે.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આયોજિત બાઇક રેલીમાં હિન્દુ સમાજના દરેક યુવાનોને આ બાઇક રેલીમાં જોડાવવા અપીલ કરાઇ છે.આ બાઇક રેલીમાં બજરંગદળના ૨૦૦થી વધુ યુવાનો બજરંગદળનો પટ્ટો પહેરીને સાથે જોડાશે.કેસરી ધ્વજા પતાકા સાથે નીકળનાર હનુમાન જન્મોત્સવની આ બાઇક રેલીમાં સર્વે હિન્દુ સમાજના ભાઇઓને બહોળી સંખ્યામાં જોડાવવા અપીલ કરાઇ છે.

તો બીજી તરફ હનુમાન જન્મોત્સવ નિમિતે દિવસે પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ કસ્ટભંજન હનુમાનજી ના મંદિર ખાતે છેલ્લા 10 વર્ષથી કરવામાં આવતી હનુમાન જન્મોત્સવ ની ઉજવણી ની માફક આ વખતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેમાં સવારે હવન,બપોરે 12.30વાગ્યે બટુક ભોજન,તેમજ સાંજે આરતી બાદ લાડુ ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે,અને રાત્રે રામધૂન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે,તમામ ધર્મપ્રેમી ભક્તો ને તમામ કાર્યક્રમ મા પધારવા શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.તેવું ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશ શાંતિભાઈ રૂઘાણી એ એક યાદી માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે