Saturday, November 28, 2026

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર રેલ્વે વિભાગ દ્વારા જીઆઇડીસી રેલ્વે ફાટક બંધ કરવાના બોર્ડ રાતોરાત દુર કરાયા:પરંતુ ફાટક દુર કરવા રેલ્વે વિભાગ મક્કમ

પોરબંદરના ઉદ્યોગ નગર નું રેલવે ફાટક ૩૧-૫ ની રાત્રે કાયમી માટે બંધ કરવામાં આવશે તેવા લગાવવામાં આવેલ બોર્ડ ભારે વિરોધ બાદ રેલ્વે તંત્ર એ દુર કર્યા છે પરંતુ ફાટક બંધ કરવા મક્કમ હોવાનું જાણવા મળે છે બીજી તરફ વ્યવસ્થિત વૈકલ્પિક માર્ગ અંગે હજુ સુધી મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આશ્ચર્ય સર્જાયું છે.

પોરબંદરના ઉદ્યોગ નગર વિસ્તારનું રેલ્વે ફાટક તા ૩૧-૫ ની રાત્રે ૧૨ વાગ્યા થી કાયમી માટે બંધ કરવામાં આવશે જે અંગે ફાટક ના બન્ને તરફ બોર્ડ મૂકવામાં આવ્યું હતું જેના પગલે સ્થાનિકો માં ભારે રોષ જોવા મળે છે અને શિવસેના એ પણ ફાટક બંધ કરવાની હિલચાલ સામે આંદોલન ની ચીમકી આપી હતી વધતા જતા લોકરોષ ના પગલે રેલ્વે વિભાગે હાલ પુરતું બન્ને બાજુ એ લગાવેલ બોર્ડ હટાવી લેવાયા છે પરંતુ રેલ્વે સુત્રો માંથી મળતી માહિતી મુજબ ફાટક નિયત સમયે બંધ કરવા માટે રેલ્વે વિભાગ મક્કમ છે કારણ કે પાંચેક મહિના અગાઉ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોનો વિરોધ થતા કામચલાઉ રીતે ફાટક ખોલવાની એક અપવાદરૂપ કેસ તરીકે ની અમુક શરતોને આધીન વિચારણા ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મહત્વની શરત એ હતી કે ફાટક ખોલવાની મંજૂરી ૩૧-૫ સુધી જ આપવામાં આવી છે એ દરમિયાન તંત્ર એ માર્ગ પહોળો કરવાનું તથા વૈકલ્પિક રસ્તાને સુધારો કરીને સરળ ટ્રાફિક ગતિવિધિ સુનિશ્ચિત કરવાનું કાર્ય પૂર્ણ કરવાનું રહેશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું
મનપા નું તંત્ર હજુ પણ ઘોર ઊંઘ માં

એક બાજુ પોરબંદર મહાનગરપાલિકા નું તંત્ર રોડ ફર્નિચર પાછળ અને રોડ ઉપર ચિત્ર કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે બીજી બાજુ ઉદ્યોગ નગર રેલવે ફાટક પાસેનો આ વૈકલ્પિક રસ્તો બનાવવા માટે હજુ સુધી અધિકારીઓ ગંભીર બન્યા નથી અને પ્રજા તથા રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ થાય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે ફાટક બંધ કરવાની મુદત ને હવે ગણતરી ના દિવસો જો બાકી છે તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકાએ આ મામલે કોઇપણ કામગીરી કરી નથી અને વૈકલ્પિક રસ્તો પણ અગાઉ હતો તે જ પરિસ્થિતિમાં છે. ત્યારે બે માસ બાદ ફરી ફાટક બંધ થયું તો લોકો અને તંત્ર વચ્ચે ફરી ઘર્ષણ ની સ્થિતિ ઉભી થશે મહાનગરપાલિકા સહીત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ પણ નજીક ના સમય માં જ યોજાવાની છે ત્યારે ફાટક બંધ થશે તો લોકો ચૂંટણી બહિસ્કાર ના મૂડ માં પણ છે ત્યારે હવે મનપા ના તંત્ર એ ઊંઘ ઉડાડી બાગબગીચા સહીત અન્ય કામ ના બદલે આ કામ ને પ્રાધાન્ય આપવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે