Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રાજ કાંધલ જાડેજા ની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ માં કેમ મૂકી તેમ કહી ને યુવાન નું અપહરણ કરી માર માર્યા ની પોલીસ ફરિયાદ

રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના પુત્ર રાજની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકનાર રાજના બે મિત્રનું અપહરણ કરી બે શખ્સોએ સ્નૂકરની સ્ટીક અને ધોકા વડે એક યુવાનને બેફામ માર મારીને નાસી છુટતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

પોરબંદરના મિલપરા શેરી નં-૭ માં રહેતા અને કોમ્પ્યુટર તથા ઈંગ્લીંશના કલાસીસ શીખવા જતા શ્યામ દેવશીભાઈ ઓડેદરા(ઉવ ૨૦)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ સોમવારે સાંજના સાડા સાતેક વાગ્યાના સમયે તે તથા તેનો માર્કેટીંગયાર્ડ રામેશ્વર મંદીર પાસે રહેતો મિત્ર કરણ મુરૂભાઈ ઓડેદરા બંન્ને જણાં રીવરફ્રન્ટ ખાતે ફરવા માટે ગયેલ હતા. અને થોડીવાર રીવરફ્રન્ટ બેસી તેનું મોટર સાયકલ લઈને ગામમાં આંટો મારવા નીકળેલ અને કાવેરી હોટલથી યુ-ટર્ન મારી ફરી નરસંગ ટેકરી ચાર રસ્તા તરફ ગયેલ અને નરસંગ ટેકરી ચાર રસ્તા થી યુ-ટર્ન મારી પરત ગામમાં કમલાબાગ તરફ આવતાં હતા.

ત્યારે આશરે સાડા આઠેક વાગ્યાના સમયે એક કાળા કલરની ક્રેટા કાર રજી.નં- જી.જે.૨૫-એ.એ.-૯૮૭૦ નંબરની ઓવરટેક કરી તેમની આગળ થયેલ અને આ કાર તેમના મોટર સાયકલની આગળ આડી રાખી દીધેલ જેના કારણે તેમનું મોટર સાયકલ નીકળી શકેલ નહીં. આ કારમાંથી વિવેક પુંજાભાઈ ઓડેદરા રહે નરસંગ ટેકરી તથા દેવાંગ ઓડેદરા એમ બંન્ને જણા ઉતરી બંન્નેને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ.

આથી શ્યામે તેને ગાળો બોલવાની ના પાડતાં વિવેકએ કહેલ કે, “આ બંન્નેને આપણી ગાડીમાં બેસાડી સાથે લઈ લે તેમ કહી, વિવેકએ મિત્ર કરણને તેની કારમાં પાછળની સીટમાં બેસાડી દીધેલ અને દેવાંગ શ્યામની પાછળ મોટર સાચકલમાં બેસી ગયેલ અને વિવેકએ દેવાંગને કહેલ કે, “મોટર સાયકલ ફારની પાછળ લઈ લેજે, જેથી દેવાંગે શ્યામને ગાળ કાઢી મોટર સાયકલ વિવેકના કારની પાછળ પાછળ લઈ લેવાનું કહેલ અને ત્યારબાદ તેઓ કારની પાછળ એ.સી.સી.ના ગેઈટ થઈ એ.સી.સી.કોલોનીની અંદર અપહરણ કરી લઈ ગયેલ હતા.

ત્યાં તેમની આગળ વિવેકએ તેની કાર ઉભી રાખેલ અને તેમાંથી કરણને નીચે ઉતારેલ પછી વિવેકે શ્યામનો કાઠલો પકડી મોટર સાયકલમાંથી નીચે ઉતારી કહેલ કે, “તે કાંધલભાઈ જાડેજાના દીકરા રાજનું ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી કેમ મુકેલ છે’ તેમ કહેતાં શ્યામે કહેલ કે, “રાજ મારો મિત્ર છે, જેથી મેં તેની સ્ટોરી ઈન્સ્ટાગ્રામમાં મુકી છે’ તેમ કહેતાં દેવાંગ તથા વિવેક એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને શ્યામને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ પછી દેવાંગે શ્યામને પકડી લીધેલ અને વિવેક શ્યામને ગાલ ઉપર લાફા મારવા લાગેલ હતો.

તે પછી દેવાંગે પણ શ્યામને લાફા મારેલ અને વિવેકે તેની કારની ડેકીમાંથી સ્નુકર રમવાની લાકડાની સ્ટીક કાઢી લાવી તેનાથી શ્યામને જેમ ફાવે તેમ સ્ટીકથી માર મારવા લાગેલ અને આ સ્ટીક તુટી જતો વિવેકે તેની કારમાંથી એક લાકડાનો વજનદાર ધોકો લઈ આવેલ અને તે ધોકાથી વિવેક તથા દેવાંગે વારાફરતી શ્યામને શરીરે જેમ ફાવે તેમ માર મારેલ અને વિવેકે તેને તથા કરણને કહ્યું કે, “હવે પછી કોઈ દિવસ રાજ સાથે દેખાતા નહીં અને આ રાજની સ્ટોરી કોઇ દિવસ મુકતા નહીં નહીતર તમને જાનથી મારી નાખીશું. આથી આ બન્ને યુવાનો એ કમલાબાગ પોલીસ મથકે બંન્ને વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે