Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જેટકોમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

પોરબંદરજેટકો માં આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા ૨૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.

પોરબંદર જેટકોમાં આઉટ સોર્સીંગથી નોકરી કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમો તમામ કર્મચારીઓ વિવિધ કોન્ટ્રાકટર આઉટ સોર્સિંગથી જેટકો કંપનીમાં છેલ્લા ૧ થી ૧૫ વર્ષના અનુભવ ધરાવી માત્ર ૭૦૦૦ થી ૮૦૦૦ જેવા નજીવા વેતનથી એક કૌશલ્ય(સ્કીલ) કર્મચારી તરીકે કામ કરીએ છીએ, અમારું ભણતર ડીપ્લોમા આઇ. ટી. આઇ. અથવા ડિગ્રી હોય તેમજ કામ કરવા માટે પુરતો અનુભવ હોય, પરંતુ અમને વેતનમાં કોઇપણ જાતનો ફાયદો કે લાભ આજદિન સુધી જોવા મળ્યો નથી.

હાલ એક સ્કીલ કર્મચારીના હાલની મોંઘવારી પ્રમાણે દૈનિક દર મિનીમમ રૂ।. ૭૦૦ હોવા જોઇએ અને માસિક વેતન રૂા. ૧૮,૨૦૦ મળવાપાત્ર હોય તેની જગ્યાએ અમોને માત્ર ૭૦૦૦ થી ૮૦૦૦ જેવી રકમ આપી અમારું શોષણ થાય છે. તદ્ઉપરાંત જણાવવાનું કે અમારા અભ્યાસક્રમ તેમજ સ્કીલ (કૌશલ્ય) ૧૨ પાસ કરતા વધારે એટલે કે એક કલાસ ૩ કર્મચારી જેટલું હોય તો જેમનું વેતન ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ હોય જેથી સમાન કામ સમાન વેતન કરવા રજૂઆત માં જણાવ્યું છે.

વધુ માં એવું પણ જણાવ્યું છે કે વર્ષના અંતે મોંઘવારી પ્રમાણે નક્કી કરી ૩ થી ૧૦% વેતનમાં વધારો મળવો જોઇએ.,કર્મચારી તેમજ પરિવાર માટે મેડિકલ સ્કીમ (ભથ્થુ) મળવું જોઇએ., કર્મચારીના રહેણાંક ખર્ચ માટે એચ.આર.એ. મળવું જોઇએ., કર્મચારી હાઇ વોલ્ટેજ સીસ્ટમ મુજબ જોખમી કામ કરતા હોય જેથી કર્મચારીને રિસ્ક એલાઉન્સ પણ મળવું જોઇએ. કર્મચારીને દર વર્ષે બોનસ જેવા લાભો મળવા જોઈએ. આઉટ સોર્સીંગ કર્મચારીની સ્કીલ (કૌશલ્ય), અનુભવ ધ્યાને લઇ ભવિષ્યમાં થતી કાયમી ભરતીમાં ૨૦% જગ્યામાં પરીક્ષા કે ઇન્ટરવ્યુ ભરતી થવી જોઇએ. હાલ કંપની અથવા સરકાર દ્વારા જે તાલીમાર્થી (એપ્રેન્ટીસ)ને ભરવામાં આવે છે તેમને વેતન પેટે ૮૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. જે અમારા જેવા સ્કીલ (કૌશલ્ય) કર્મચારીના વેતન કરતા પણ વધારે છે.

ગુરુવારે કર્મચારીઓએ કાર્યસ્થળ પર કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.ત્યારબાદ આજે શુક્રવારે તા. ૧૬-૯-૨૨ના રોજ જેટકો ઓફિસ સામે સ્વૈચ્છિક ધરણા કરશે. તેમજ તા. ૧૭-૯-૨૨ના રોજ તમામ આઉટ સોર્સિંગ સવારે ૧૦ કલાકે સ્વૈચ્છિક હડતાલ, પેનડાઉન કરશે.. આમ કરવાથી જેટકોના સબ સ્ટેશન કે વીજળી વિક્ષેપ પડે કે કોઇ નુકશાન થાય તો તેમની જવાબદારી અમોની નહીં ગણાય, સરકાર તાત્કાલિક ધોરણે પગલા લઇ લેખિતમાં અમારીવહેલી તકે માંગણી સ્વીકારે તેવી માંગણી સાથે પોરબંદર જેટકો આઉટ સોર્સિંગના ૩૨ સબ સ્ટેશન ખાતે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવનારા કર્મચારીઓએ યોગ્ય ન્યાય માટે માંગણી કરી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે