Saturday, June 21, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન સખ્ત કેદ અને મદદગારી કરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ ની સજા

પોરબંદર ની સગીરા ને બે વર્ષ પૂર્વે ઓનલાઈન ગેઈમ ના માધ્યમ થી પરિચય કેળવી લગ્ન ની લાલચ આપી અપહરણ કરી હરિયાણા લઇ જઈ દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે એક આરોપી આજીવન કેદ ની સજા અને અપહરણ કરી આશરો આપવામાં મદદગારી કરનાર ને ૨૦ વર્ષ ની કેદ ની સજા ફટકારી છે.

રાજસ્થાન રહેતા પવનકુમાર ગોપીરામ પવારે પોરબંદર ની સગીરા સાથે ફ્રી ફાયર ઓનલાઈન ગેમ ના માધ્યમ થી પરિચય માં આવી પ્રેમજાળ માં ફસાવી હતી. અને રાજસ્થાન થી પોરબંદર આવી પવનકુમાર મુંશીરામ કુંભાર ની મદદ થી ગત ૨૭-૩-૨૩ ના રોજ રેલ્વે સ્ટેશન પાસે બોલાવી હતી. ત્યાર બાદ પવન પવારે સગીરા ને લલચાવી ફોસલાવી,બદકામ કરવાના ઈરાદે રેલ્વે સ્ટેશનથી નરસંગ ટેકરી સુધી રીક્ષામાં તથા નરસંગ ટેકરીથી પ્રાઇવેટ બસ માં કુકરોલા (પંચગામ) તા.માણેસર જી.ગુડગાવ રાજય-હરીયાણા ખાતે અપહરણ કરી ગયા હતા.

અને પવન કુંભારે તેના કોઈ ઓળખીતા મારફતે સેરાબસિંગ લક્ષ્મીચંદ યાદવની બીલ્ડીગના પ્રથમ માળનો રૂમ પવન તથા સગીરા ને એકાંતમાં રહેવા માટે ભાડેથી રખાવી આપતાં પવન પવારે તા.૨૯/૦૩/૨૦૨૩ થી તા.૦૨/૦૪/૨૦૨૩ દરમ્યાન સગીરા સાથે વારંવાર બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. જેથી બન્ને વિરુધ સગીરાના વાલીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૩૧ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૩ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જેથી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા આરોપી પવનકુમાર પવારને આજીવન કેદની સખત કેદની એટલે કે આરોપીનાનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા રૂ. ૪૯,૦૦૦ દંડ તથા આરોપી પવન કુંભારને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.રર,૦૦૦ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે