Monday, June 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ઉનાળા ની કાળઝાળ ગરમી ના કારણે પોરબંદર સહીત રાજ્યભર ની કોર્ટ માં ૧૫ દિવસ નું વેકેશન જાહેર કરવા અથવા કોર્ટ નો સમય સવારે ૯ થી ૧૨ નો કરવા માંગ

પોરબંદર જિલ્લા બાર એસોના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ ભરતભાઈ લાખાણી એ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉનાળાની અસહ્ય ગરમીમાં સમગ્ર ગુજરાતની તમામ કોર્ટમાં ૧૫ દિવસનું વેકેશન આપવા વિકલ્પે ઉનાળાના દિવસોમાં ગુજરાતની તમામ કોર્ટ સવારે ૯ થી ૧૨ ની કરવા અન્વયે સૂચન થયું છે.

તેઓએ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહેલ છે અને ગુજરાતના તમામ જીલ્લાઓમાં હાલ ૪૦ ડિગ્રીથી વધારેની ગરમી હાલ પડી રહેલ છે અને આવા સંજોગોમાં પક્ષકારોએ પોતાના કેસ માટે કોર્ટમાં હાજરી આપવી પડતી હોય અને એડવોકેટે પણ ક્રિમિનલ કોર્ટ ચાલુ હોવાના કારણે સિવિલ વેકેશનમાં પણ રોજેરોજ કોર્ટમાં આવવું પડે છે અને નાના સેન્ટરોમાં મોટાભાગના વકીલો સિવિલ સાથે ક્રિમિનલ પ્રેક્ટિસ કરતાં હોવાના કારણે નાના સેન્ટરોમાં મોટાભાગના તમામ વકીલોએ રોજેરોજ કોર્ટમાં આવવું પડે છે.

હાલ સમગ્ર ગુજરાતમાં નવા કોર્ટ બિલ્ડીંગો બની ગયેલા હોય જે મોટાભાગના શહેરોમાં મુખ્ય શહેરથી ૮ થી ૧૦ કિલોમીટર દૂર બનાવેલ છે અને કોઈ જુનિયર એડવોકેટ પાસે ગાડી હોતી નથી અને તેથી સ્કૂટરમાં જ આવા તાપમાં પણ રોજેરોજ કોર્ટમાં આવવું પડતું હોય અને તેથી વકીલોને ઘણી જ મુશ્કેલી પડી રહેલ છે. એટલું જ નહીં હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં જયુડિશ્યલ ઓફિસરો મુદ્દત રિપોર્ટમાં ૨૦૦ રૂપિયા થી ૧૦૦૦ રૂપિયા સુધીના એડવોકેટોને દંડ કરતાં હોય અને તેથી સહન ન થઈ શકે તેવી ગરમીમાં પણ એડવોકેટોને કોર્ટમાં આવવું પડે છે અને ગુજરાતની મોટાભાગની કોર્ટમાં ક્યાંય એ.સી. ન હોવાના કારણે અને અમુક કોર્ટ સમમાં તો હવાનું સકર્યુલેશન ન હોવાના કારણે ખૂબ જ ગરમી થાય છે અને કોર્ટ રૂમમાં બેસી શકાતું નથી આમ, છતાં પક્ષકારો તથા વકીલોએ કોર્ટમાં આવવું પડતું હોય અને તેના કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે.

હાલમાં ગુજરાતની તમામ કોર્ટમાં તથા ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ વેકેશન ચાલે છે પરંતુ હવે ગુજરાતની તમામ લોવર કોર્ટમાં સિવિલની સાથે ક્રિમિનલ કેસો પણ રહેલ હોવાના કારણે તમામ વકીલો એ કોર્ટમાં હાજરી આપવી પડતી હોય અને તેથી માત્ર સિવિલ વેકેશનનો કોઈ મતલબ રહેતો નથી અને નાના સેન્ટરના તમામ વકીલો સિવિલ વેકેશનનો કોઈ લાભ લઈ શકતા નથી. અને તેથી સિવિલ વેકેશનની સાથે જ પંદર દિવસ માટે તમામ કોર્ટમાં તમામ કામો માટે વેકેશન રાખવું જરૂરી છે. તો જ ગુજરાતના એડવોકેટો પોતાના પરિવાર સાથે વેકેશન માણી શકે અને અર્જન્ટ કામ માટે સવારે ૯ થી ૧૨ કોઈપણ એક જયુડિશ્યલ ઓફિસર કોર્ટની કામગીરી ચલાવે તે મુજબ વેકેશન પાડવું અતિ આવશ્યક છે.

એટલું જ નહીં જો સાવ વેકેશન ન પાડી શકાય તો જયારે સિવિલ વેકેશન જાહેર થાય ત્યારથી જ ગુજરાતની તમામ કોર્ટને વેકેશન પૂરું થાય ત્યાં સુધી સવારે ૯ થી ૧૨ નો ટાઈમ કરવો જરૂરી છે જેથી એડવોકેટો તથા પક્ષકારોને અસહ્ય ગરમીનો સામનો ન કરવો પડે. હાલ ગુજરાતમાં અસહ્ય ગરમી હોય અને તમામ કોર્ટ મુખ્ય શહેરથી દૂર હોય અને તમામ પક્ષકારો પણ દૂર-દૂરથી આવતા હોય અને તેથી માનવતા ભર્યો અભિગમ અપનાવી આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે