રાણાવાવ ની બોરડી બીટ માં ૬ વર્ષ પૂર્વે સસલા નો શિકાર કરનાર ૨ શખ્સો ને કોર્ટે ૩ વર્ષ ની સજા ફટકારી છે.
રાણાવાવ નજીક ના બિલેશ્વર ગામે રહેતા અને વન વિભાગ માં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા અરજણ દાનાભાઈ કરીર ગત તા ૨૧-૩-૧૮ ના રોજ વન વિભાગ ના અન્ય કર્મચારીઓ સાથે બરડા ડુંગર માં આવેલ બોરડી બીટ ના અનામત જંગલ માં પોતાની ફરજ પર હતા. એ દરમ્યાન ત્યાં રહેલા બે શખ્શો સસલાનો શીકાર કરતા હતા. આથી વનવિભાગના કર્મચારીઓ તેને અટકાવવા જતા તે શખ્શો ઉશ્કેરાઇ ગયા હતા. અને ગાળો કાઢી હતી.
તેમજ તે પૈકી એક શખ્શે છરી બતાવી અને કર્મચારીઓ ને ધમકાવ્યા હતા. અને તેમની કાયદેસરની ફરજ માં રુકાવટ કરી હતી. ત્યાર બાદ બન્ને શખ્શો સ્થળ પર જ સસલા નો મૃતદેહ રાખી અને નાસી ગયા હતા. આથી આ અંગે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસની તપાસ માં બન્ને શખ્સો કાનાભાઈ સોંઢાભાઈ સરવૈયા અને મુકેશભાઈ શામજીભાઈ સરવૈયા હોવાનું સામે આવતા તેની ધરપકડ પણ કરી હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા તેમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ,અધિકારીઓના પુરાવાને આધારે કોર્ટે આરોપીઓએ આરક્ષિત વન્ય વિસ્તાર જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને સસલાનો શિકાર કર્યો હોવાનું સાબિત માનેલ છે. અને જે સસલાનો વન્ય જીવોના પરિશિષ્ટ-ર માં સમાવેશ થાય છે. તેને જાળમાં ફસાવી તેનો શિકાર આરોપીઓએ કરેલ હોવાનું સાબિત માની અને આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર જયેશ એલ.ઓડેદરા ની દલીલનાં આધારે બન્ને આરોપીઓને ભારતીય વન અધિનિયમની જોગવાઈ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો ચુકાદો જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દ્વારા આપવામાં આવ્યો છે.