પોરબંદર નજીકના હાથલા ગામે શની જયંતિ નિમિતે મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડશે ત્યારે શની જયંતિ ની પૂર્વ સંધ્યા એ પોરબંદર થી હાથલા સુધી ની પદયાત્રા નું આયોજન કરાયું છે.
પોરબંદર ના સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વખતે ની જેમ આ વર્ષે પણ શનિજયંતી નિમિતે પોરબંદર થી હાથલા ગામે થયું પદયાત્રા નુ આયોજન
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા.૦૫/૦૬/૨૦૨૪ ને બુધવાર ના રોજ સાંજે ૭ વાગ્યે સ્થળ – જયુબેલી રોડ, ગોલાઈ હોટલ ની સામે, ગાત્રાળ નિવાસ ખાતે થી પદયાત્રા નો આરંભ થશે અને તા.૦૬/૦૬/૨૦૨૪ ના રોજ સવારે શનિદેવ (હાથલા) ગામે પહોંચશે.
પદયાત્રીઓ ને મહિલા મંડળ દ્વારા રક્ષા બાંધવામાં આવશે અને ત્યાર બાદ શનીદેવ ની આરતી કરી તે પછી બધા પદયાત્રીકો માટે પ્રસાદી નુ આયોજન હોઈ તો પ્રસાદી લીધા બાદ પદયાત્રા પ્રારંભ થશે.
આ ઉપરાંત રસ્તામાં પણ ઠેક ઠેકાણે પદયાત્રીકો માટે ચા – પાણી નાસ્તો, જમણવાર તથા ઠંડા પીણા સહિત ની સુવિધા રાખેલ છે જેમાં બોખીરા, ત્રણ માઈલ, દેગામ, બાબડા, ભારવાડા, બગવદર, ખાંભોદર, રામવાવ તથા કુણવદર અલગ અલગ જગ્યા પર ઠંડા પીણા તથા નાસ્તા નુ આયોજન કરેલ છે
આ પદયાત્રા ને સફળ બનાવવા સોબર ગ્રુપ ના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે અને જો પદયાત્રીઓ ને રસ્તા માં કોઈ મુશ્કેલી ના પડે તે માટેની વ્યવસ્થા પણ કરવામા આવેલ હોય છે
આ પદયાત્રા માં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ને ફ્રી મા જોડાવવા માટે તથા ફોર્મ ભરવા તથા મેળવવા માટેના સ્થળો – ૧) વિનેશભાઈ ચોલેરા – જયુબેલી રોડ, ગોલાઈ હોટલ ની સામે, ગાત્રાળ નિવાસ. મો.૯૭૨૫૩૭૫૫૫૩. ૨) હિતેશભાઈ ચંદારાણા (શિવ પાન) – સુતારવાડા. મો.૯૫૮૬૪૫૦૧૦૭ પર સંપર્ક કરી મેળવી શકે છે.
વિશેષ માહિતી માટે સંપર્ક કરો ભીખુભાઈ મહેતા મો.૯૮૨૫૭૩૬૬૭૪ અને જયભાઈ મજીઠીયા મો.૯૭૨૭૨૨૮૨૬૮