Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી કાયદાઓ માં સુધારા વધારા અંગે સેમીનાર યોજાયો

પોરબંદર માં બજેટ માં થયેલ જીએસટી અને આઈટી ના કાયદાઓ માં સુધારા વધારા અને નવી જોગવાઈ અંગે માહિતી આપતા સેમીનાર નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યા માં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એ ઉપસ્થિત રહી જાણકારી મેળવી હતી.

ઘી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા રોટરી કલબ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શ્રી તુલસીભાઈ જેઠાલલાલ હાથી વ્યાપાર ઉદ્યોગ સદન, રાયચુરા-પલાણ હોલ ખાતે પ્રપોઝડ બજેટ ૨૦૨૪માં ઈન્કમટેકસ અને જી.એસ.ટી.ના કાયદાઓમાં થયેલા સુધારા-વધારા અને નવી જોગવાઈઓની જાણકારી આપતા એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસીએશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સંપુર્ણ સફળતા તરફ દોરી ગયા હતા.

આ સેમીનારનો પ્રારંભ ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથીના સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો. તેઓએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું હાર્દિક સ્વાગત કર્યું. જતીનભાઈ એ જણાવ્યુ કે ડિસ્ટ્રીકટ ચેમ્બર ધ્વારા દર વર્ષે બજેટ રજુ થયા બાદ તેની જાણકારી સરળ શબ્દોમાં આપણી માતૃભાષમાં મળી રહે તે હેતુથી એક સેમીનારનું આયોજન કરવામાં આવેજ છે તેના ભાગરૂપે આજના આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

સ્વાગત પ્રવચન બાદ વક્તા દિવ્યેશભાઈ સોઢાનું સ્વાગત સુતરની આંટીથી કરસનભાઈ ચામડીયાએ કરેલ હતુ. કાર્યક્રમની આગળની બાગડોર પોતાના હાથમાં સંભાળતા વકતા સી.એ. દિવ્યેશભાઈ સોઢાએ જણાવ્યુ કે, પ્રપોઝડ બજેટમાં ઈન્કમ ટેકસ અને જી.એસ.ટી.ના ઘણા કાયદાઓમાં નાના મોટા ફેરફારો આવેલા છે. તેઓએ પોતાના લાક્ષણીક શૈલીમાં ખુબજ સરળ રીતે જરૂર હોય ત્યાં દાખલા દષ્ટાંતો સાથે અગત્યના થયેલા ફેરફારો જેવા કે જુની સ્ક્રીમ અને નવી સ્કીમ, ઈન્કમ ટેકસની મુક્તિ મર્યાદામા વધારો, ઓડિટ, ચૂંટિની, રીટર્ન ભરવાની મુદત, સ્ક્રૂટીનીની જોગવાઈઓ, કર્મચારી માટેના સ્ટાન્ડર્ડ ડીડકશન, જી.એસ.ટીના મુદ્દે અગત્યના ફેરફાર વિગેરે માહિતી આપી સાથો સાથ શ્રોતાઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના પણ સચોટ અને સરળ રીતે સંતોષકારક જવાબો આપ્યા હતા.

કાર્યક્રમના અંતે રોટરી ક્લબના માનદ મંત્રી ઉત્સવભાઈ ઠકરારએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કરેલ હતો. કાર્યક્રમનુ સફળ સંચાલન જયેશભાઈ પતાણી તથા વિજયભાઈ ઉનડકટ ધ્વારા કરવામાં આવેલ હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે