Monday, June 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ૧૦ રૂપિયાના સીકકા ન સ્વીકારનારાઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત

પોરબંદરમાં ૧૦ રૂપીયાના સીકકા સ્વીકારવામાં આવતા નથી તેથી સિકકા લેવાનો ઇન્કાર કરનારાઓ સામે કયારે કાર્યવાહી થશે તેવા સવાલ સાથે સીનીયર સીટીઝને તંત્રનુ ઘ્યાન દોરવાની સાથોસાથ ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ કરવા પણ જણાવાયુ છે.

પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન પુંજાભાઈ કેશવાલાએ જણાવ્યુ હતું કે, શહેરમાં ઘણી જ જગ્યાએ રૂા.૧૦ના ચલણી સિકકા સ્વીકારવાનો નનૈયો ભણી દેવાતો હોવાથી લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઈ રહી છે. ત્યારે લોકોમાં જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવે અને રૂા.૧૦ના ચલણી સિકકા ફરી બજારમાં સ્વિકારતા થાય તેવી લેખીત રજુઆત કરાઈ છે. તેઓએ કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે, રૂા.૧૦ના સિકકા ભારત સરકારનુ અધિકૃત ચલણ હોવા છતા શહેર તેમજ જીલ્લામાં ગેરસમજ અથવા ચોકકસ હિતશત્રુઓની અફવાથી ચાલતા નથી તંત્રે આ પહેલા પણ લેખીતમાં રજુઆત કરવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ લોકજાગૃતિ કે બેંકોમાં બેનર લગાડવા જેવા સુચનો કે ઓર્ડર તંત્ર દ્વારા કરવામા આવેલ નથી.

હાલમાં રૂા.૧૦ની નોટો તદન રદી હાલતમાં બજારમાં ચાલે છે જે પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી વેપારીને ગ્રાહકો પાસેથી રૂા.૧૦ની રકમ જતી કરવી પડે છે જે નાના વેપારીઓને ખુબ મોટુ નુકશાન વેઠવુ પડે છે બેંકો પાસે રૂા.૧૦ની નોટ ઉપલબ્ધ નથી અને જુની પણ નથી વળી નવી નોટોના બંડલ કાળા બજાર થતા હોવાની પણ આશંકા દર્શાવીને ઉમેર્યુ છે કે, થોડા દિવસ પહેલા રૂા.૧૦ના સિકકા ચલણમાં પુનઃસ્થાપિત કરવા અને પ્રજામાં રહેલ ગેરસમજ દુર કરવા જાહેર નિવેદન કરી અને લોકજાગૃતિ અંગે પણ તંત્રને સુચના આપી પોરબંદર શહેર તેમજ જીલ્લામાં રૂા.૧૦ના સીકકાનુ ચલણ વધે અને નોટોની તંગી દુર થાય તેવા પ્રયાસ કરવા પુંજાભાઈ કેશવાલાએ માંગ કરી છે અને લોકોને પણ જાગૃતિ ફેલાવીને જણાવ્યુ છે કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આર.બી.આઈ. કોઈપણ સિકકા ઉપર પ્રતિબંધ મુકે નહી ત્યાં સુધી દરેક દુકાનદારે ગ્રાહક પાસેથી સિકકો લેવો પડે અને જો આમ ન કરે તો તેની સામે કાર્યવાહી થઇ શકે છે અને ટોલ ફ્રી નંબર ૧૪૪૦૪૦ ઉપર ફરીયાદ કરવા પણ તેમણે અપીલ કરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે