Friday, November 27, 2026

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે સંસ્થાને પોર્ટેબલ ડેડબોડી ફ્રીઝર થયું અર્પણ

પોરબંદરમાં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને પોર્ટેબલ ડેડ બોડી ફ્રીઝર અર્પણ કરવામાં આવ્યુ છે.

માનવસેવા એ જ સાચી ઈશ્વર સેવા છે, આ ઉમદા ભાવનાને સાર્થક કરતાં રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં એક સરાહનીય સેવાકાર્ય કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ દ્વારા માનવ પાર્થિવ દેહને સાચવવા માટે ઉપયોગી એવી પોર્ટેબલ કોલ્ડ સ્ટોરેજ (ડેડ બોડી ફ્રીઝર) પેટી પોરબંદર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી હતી. આ સેવાકીય ભેટથી જરૂરિયાતના સમયે શોકગ્રસ્ત પરિવારોને મોટી રાહત મળી શકશે.

રોટરી ક્લબ ઓફ પોરબંદર તરફથી આ સેવાકીય સાધન અનિલરાજ સિંઘવી, હર્ષિતભાઈ રૂધાણી, ધવલભાઈ પરમાર તથા જયેશભાઈ પતાણી દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી નિસ્વાર્થ ભાવે માનવસેવાના કાર્યોમાં સતત કાર્યરત પોરબંદર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા તથા ટ્રસ્ટી મુકેશભાઈ ઠક્કર, ટી.કે. કારીયા અને જતીનભાઈ હાથીએ આ સેવાકીય ભેટ સ્વીકારી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયાએ રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ આ સેવાકીય કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, માનવજીવનની અંતિમ ઘડીમાં પણ માનવ ગૌરવ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.કોઈ પરિવારના સ્વજનનું અવસાન થાય ત્યારે વિવિધ કારણોસર અંતિમવિધિમાં સમય લાગતો હોય છે. આવા સંજોગોમાં પાર્થિવ દેહને સુરક્ષિત રાખવા માટે ડેડ બોડી ફ્રીઝર પેટી અત્યંત ઉપયોગી બની રહે છે.આ પોર્ટેબલ ડેડ બોડી ફ્રીઝર બોક્સનો ઉપયોગ જરૂરીયાતમંદ પરિવારોને લોકસેવાના હેતુથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાધનના કારણે આર્થિક રીતે નબળા પરિવારોને પણ મુશ્કેલીના સમયે જરૂરી સુવિધા મળી રહેશે.

માનવસેવા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ જ સમાજના જરૂરિયાતમંદ લોકોની મુશ્કેલીના સમયે મદદરૂપ થવાનો છે અને આ સેવાકીય સાધન તે દિશામાં વધુ એક ઉપયોગી ઉમેરો બની રહેશે.પોરબંદર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કોઈપણ પરિવારને પોર્ટેબલ ડેડ બોડી ફ્રીઝર બોક્સની જરૂરિયાત ઊભી થાય તો નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકશે,અનિલભાઈ કારીયા ૯૯૨૫૩ ૯૪૯૪૯,કાંતિભાઈ જોષી ૯૯૦૯૩ ૮૨૭૭૩ ઉપરસંપર્ક સાધવાજણાવ્યુંહતુ.

આમ, રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલી આ સેવાકીય ભેટ માત્ર એક સાધનનું દાન નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોની પડખે ઊભા રહેવાની માનવતાભરી ભાવનાનું પ્રતીક છે. સમાજમાં સેવાભાવ, કરૂણા, સહકાર અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવતું આ કાર્ય અન્ય સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે