Saturday, November 28, 2026

|| तुम रक्षक काहू को डरना ||

બગવદર ગામે સગાઈ ના પ્રસંગ દરમ્યાન પિસ્તોલ તાકી ડબલ મર્ડર ના આરોપીના મિત્રની હત્યા નો પ્રયાસ

બગવદર ગામે કોર્ટ માં ન બોલાવવા જેવી નજીવી બાબતે મધરાતે પિસ્તોલ તાકી યુવાન ની હત્યા નો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ના એરપોર્ટ સામે એન કે નગર માં રહેતા દિવ્યેશ ઉર્ફે દીનુભાઈ નાથાભાઇ ઓડેદરા (ઉવ ૩૭)એ બગવદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ મિત્ર રમેશભાઈ ઓડેદરા ના દિકરાની સગાઈ હોય, જેથી સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે બગવદર ગામ, રાંદલ માતાજીના મંદિર ખાતે આવ્યો હતો અને રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ તે રાંદલ માતાજીના મંદિર પાછળ ના ભાગે ખુરશી પર બેસેલ હતો.

તે વખતે પોરબંદરમાં રહેતા વનરાજભાઈ પરબતભાઈ કેશવાલાની સાથે હરતો-ફરતો માણસ જેના નામઠામની ખબર નથી તે આવીને દિવ્યેશ ને ગાલ પર એક જોરદાર ઝાપટ મારીને ત્યાંથી જતો રહેતાં દિવ્યેશ તેની પાછળ જતા તે વનરાજભાઈ કેશવાલા તથા તેની સાથેના ચાર-પાંચ માણસો પાસે જઈને ઉભો રહેતા દીવ્યેશે તેને થપ્પડ મારવાનું કારણ પુછતાં વનરાજે તેને “આ મારો માણસ છે, તું પોરબંદર કોર્ટમાં રામ ચૌહાણ સાથે શું કામ છાપુ વાચતો હતો ? અને હું ત્યાં કોર્ટમાં આવેલ ત્યારે તે શું કામ મને બોલાવેલ નહી ?” તેમ કહેતાં દીવ્યેશે વનરાજને કહેલ કે, “ભાઈ તમે કોર્ટમાં આવેલ હતા કે નહીં તેની મને ખબર નથી.” તેમ કહેતા વનરાજ એકદમ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ જાહેરમાં અન્ય લોકોની હાજરીમાં ગાળો બોલવા લાગતા દીવ્યેશે તેને આજી જી કરીને કહેલ કે, “”ભાઈ અહીં કોઈના પ્રસંગમા ગાળો બોલો નહીં.” તેમ કહેતા આ વનરાજના સાથેના ચાર-પાંચ માણસોએ પૈકી એક માણસએ દિવ્યેશ ને પાછળથી પાટુ મારતા તે નીચે પડી જતાં વનરાજ તથા તેના માણસો “તું રામ ચૌહાણનો માણસ છે, આજે તને પતાવી દેવાનો છે.”

તેમ કહીને તેઓ બધાએ દિવ્યેશ ને ઢીકા પાટુનો માર મારવા લાગેલ આ દરમ્યાન દિવ્યેશ ના ગળામાં પહેરેલ મારો સોનાનો ચેઇન તુટી ગયેલ. વનરાજે દિવ્યેશ ને મારી નાખવાના ઈરાદે તેની પાસે લાયસન્સ વાળુ હથિયાર છે તે હથિયાર નેફા માંથી કાઢીને દિવ્યેશ સામે તાકતા કોઈએ હથિયાર નીચે કરાવી દિધેલ. આ દરમ્યાન ઝગડાનો અવાજ સાંભળીને ત્યાં પ્રસંગના ઘણા માણસો ભેગા થઇ જતા વનરાજ “ આજે તું બચી ગયો, બીજી વખત અમને નહી બોલાવે કે હવેથી રામ ચૌહાણ સાથે સબંધ રાખીશ તો તને મારી જ નાખીશું.” તેમ કહેલ. આ દરમ્યાન ઝગડાનો અવાજ સાંભળીને ત્યાં પ્રસંગના ઘણા માણસો ભેગા થયેલ અને વનરાજને દિવ્યેશ પર ફાયરીંગ કરતો અટકાવ્યો હતો તથા તેના માણસોના વધુ માર થી બચાવેલ અને ત્યાર પછી દીવ્યેશે બગવદર પોલીસ મથકે વનરાજ અને ચાર થી પાંચ અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ અને હત્યા ના પ્રયાસ સહિતની કલમો વડે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ માં આ બનાવનું કારણ એવું જણાવ્યું છે કે, સને-૨૦૨૧ માં પોરબંદર વીરભનુની ખાંભી પાસે વનરાજ કેશવાલા ના ભાઈ તથા મિત્ર નું મર્ડર થયેલ જે બનાવની ફરીયાદ આ વનરાજે કરી હતી તેમાં આરોપી તરીકે વનરાજે દિવ્યેશ ના મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપેલ છે અને આજથી એકાદ મહિના પહેલા દિવ્યેશ પોરબંદર કોર્ટમા કામ સબબ ગયેલ ત્યારે કોર્ટમાં મિત્ર રામભાઈ ચૌહાણ સાથે બેસીને છાંપુ વાંચતો હતો તે દરમ્યાન તેની પાસેથી વનરાજ કેશવાલા પસાર થતાં રામભાઈ ચૌહાણ અને વનરાજ વચ્ચે માથાકુટ ન થાય તે માટે વનરાજને બોલાવેલ નહીં જે બાબતેનુ મનદુ:ખ રાખી બનાવ બન્યા નું ફરિયાદ માં જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે.

સાથે તસ્વીર છે એ આરોપી વનરાજ કેશવાલા ની છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે