Monday, June 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ૧૭ દિવ્યાંગો એ રાજ્યકક્ષા ના સ્પેશીયલ ખેલમહાકુંભ માં મેડલ મેળવી જીલ્લા ને ગૌરવ અપાવ્યું

નડીયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના સ્પેશીયલ ખેલ મહાકુંભ માં પોરબંદર ના ૧૭ દીવ્યાંગો એ વિવિધ મેડલ મેળવી શહેર નું નામ રોશન કર્યું છે.

ગુજરાત સરકાર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓ માટેનો રાજય કક્ષાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૪ નું આયોજન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નડીયાદ ખાતે કરવામાં આવેલ. આ એથલેટીકની સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ, ગોળાફેંક, બરછીફેંક, ઉંચો કુદકો, લાંબો કુદકો અને વ્હીલચેર હર્ડલની સ્પર્ધાઓનું A-B-C-D ગ્રુપ મુજબ આયોજન કરવામાં આવેલ.

આ રાજય કક્ષાની સ્પર્ધાના પોરબંદર જીલ્લાના કુલ ૧૭ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ જોશ અને જુસ્સા સાથે એથલેટીકની વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૩૩ જીલ્લાના ૨૦૦૦ જેટલા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાઓમાં ૪૩° ડિગ્રી ગરમીમાં પણ ૬ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૭ દિવ્યાંગ ખેલાડીઓએ રાજય કક્ષાએ વિજેતા બની પોરબંદર જીલ્લાનું નામ રોશન કરેલ છે.

પોરબંદર જીલ્લાના વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ સંસ્થાના પ્રમુખ મેઘાવીનીબહેન મહેતા, ઉપપ્રમુખ ડૉ. સુરેશભાઈ ગાંધી, સેક્રેટરી કમલેશભાઈ ખોખરી, બોર્ડ મેમ્બર્સ પોરસભાઈ વાડીયા, મનિષભાઈ સિંધવ, રાજુભાઈ લોઢારી, દિપકભાઈ લાખાણી, જતીનભાઈ હાથી સહિત શહેરના મહાનુભાવો અને નગરજનોએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

આગામી દિવસોમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદર દ્વારા પ્રેરીત પેરા સ્પોર્ટસ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ ક્વોલીફાઈડ “કોચ” દ્વારા રમત-ગમતની તાલીમ આપવામાં આવશે. પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકીર્દિનું ઘડતર કરવા ઇચ્છતા હોય તે દિવ્યાંગ ખેલાડીઓએ “પેરા સ્પોર્ટસ ફેડરેશન ઓફ ગુજરાત” માં પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી જવા વિનંતી કરાઈ છે.

વિજેતા દિવ્યાંગ ખેલાડીઓ

ખેલાડીનું નામ સ્પર્ધાનું નામ મેળવેલ નંબર

શકુંતલા સાદીયા ૧૦૦ મીટર દોડ પ્રથમ વિજેતા
શકુંતલા સાદીયા ચક્ર ફેંક પ્રથમ વિજેતા
રણજીત પરમાર ગોળા ફેંક પ્રથમ વિજેતા
બાલુ થાપલીયા ચક્ર ફેંક પ્રથમ વિજેતા
મોતીબેન કટારા ચક્ર ફેંક પ્રથમ વિજેતા
રણજીત પરમાર ભાલા ફેંક પ્રથમ વિજેતા
અનિલ ફળદુ ઉંચી કુદ દ્વિતીય વિજેતા
મોતીબેન કટારા ભાલા ફેંક દ્વિતીય વિજેતા
જીતેષ ભલાણી વ્હીલચેર હર્ડલ દ્વિતીય વિજેતા
હર્ષ સિંધવ ભાલા ફેંક દ્વિતીય વિજેતા
વર્ષાબેન ફળદુ ૧૦૦ મીટર દોડ તૃતીય વિજેતા
કૈશર ડગીયા ગોળા ફેંક તૃતીય વિજેતા
ભાવના ભુતિયા ભાલા ફેંક તૃતીય વિજેતા
અંજલી સલેટ ચક્ર ફેંક તૃતીય વિજેતા
હર્ષ સિંધવ ચક્ર ફેંક તૃતીય વિજેતા
ભીમા ખુંટી ભાલા ફેંક તૃતીય વિજેતા
ભીમા ખુંટી વ્હીલચેર હર્ડલ તૃતીય વિજેતા

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે