Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે કોલેજમાં પરીક્ષા આપવા જવાનું કહી આદિત્યાણા ગામે થી યુવતી ઘરમાં હાથફેરો કરી પલાયન થઇ હોવાની પોલીસ ફરિયાદ

પોરબંદર

પોરબંદર ખાતે કોલેજ માં પરીક્ષા આપવા જવાનું કહી આદિત્યાણા ની યુવતી ઘર માં હાથફેરો કરી રૂ ૫૭,૫૦૦ ની રોકડ તથા દાગીના લઇ ચાલી ગઈ હોવાની યુવતીના પિતા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાણાવાવ ના આદિત્યાણા ગામે રહેતા સામાજિક કાર્યકર મેઘજીભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉવ ૫૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા ૨૨ ના રોજ તેઓ પત્ની ધાનીબેન સાથે આંબરડી ગામે તેના સાઢૂભાઈ બીમાર હોવાથી તેની ખબર કાઢવા ગયા હતા.અને તેનો પુત્ર મહેશ મજુરીકામ કરવા માટે ગયો હતો.ત્યારે તેની પુત્રી સુનીતાબેને (ઉ.વ ૨૨)પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે પ્રથમ વર્ષ ના બીજા સેમેસ્ટર ની પરીક્ષા આપવા માટે જાય છે તેવું જણાવ્યું હતું.અને જતી વખતે ઘરના કબાટ માંથી રૂ ૪૪૦૦૦ ની કીમત નો પોણા બે તોલા સોનાનો ચેન તથા તેનું બીલ અને રૂ ૭૫૦૦ ની કીમત ની સોનાની અઢી ગ્રામ વજન ની વીંટી તથા કબાટ માં રાખેલ રૂ ૬૦૦૦ ની રોકડ મળી કુલ રૂા. ૫૭૫૦૦ ની ચોરી કરી લઇ ગઈ હતી.પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે