પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટમાં આવેલ દુધેશ્વર મંદિરની ગલીના ખૂણા પર આવેલ મકાનના ફળીયામાં રહેલા 3 બાઇકોને કોઈએ સળગાવી નાખતા પોલીસને જાણ કરાઈ છે.
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં દુધેશ્વર મંદિરની ગલીના ખૂણા પર રહેતા હિતેશભાઈ શામજી ભાઈ વાળા નામના મકાન માલિકના મકાનના ફળિયા માં રહેલા ૩ જેટલા બાઇકને અજાણ્યા બે શખ્સોએ દીવાલ પરથી અંદર પ્રવેશી અને પેટ્રોલ છાટી આગ લગાવી દેવાની ઘટના સામે આવી હતી. મધરાતે અઢી વાગ્યા આસપાસ બનેલી આ ઘટના માં મકાન માલિક જાગી જતા નજીક માં રહેલ અન્ય ચાર સ્કૂટર આગથી બચાવી દૂર કરવામાં આવ્યા હતા.અને ફાયર ટીમ ને જાણ કરતા ફાયર ટીમે પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે પોલીસ ને જાણ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

