Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દુશ્મનાવટ થાય તેવો વિડીઓ વાઈરલ થતા પોલીસ ફરિયાદ

પોરબંદરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દુશ્મનાવટ થાય તેવો વિડીઓ ફેસબુક પેજ પર વાઈરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરમાં અબતક ન્યુઝ પેપર અને ન્યુઝ ચેનલના રીપોર્ટર અશોકભાઈ થાનકીએ કમલાબાગ પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગત તા. ૨૫/૧૧ ના રોજ તેમને મોબાઈલ ઉપર લીંક મળી હતી. જેમાં પોરબંદર અબતક નામના ફેસબુક પેજ પર અશોકભાઈ ની અબતક ન્યુઝ ચેનલને ભળતાં નામનો ઉપયોગ કરીને પોરબંદર અબતક નામનું ફેસબુક પેજ બનાવી પેજ ઉપર ભાજપ તથા કોંગ્રેસ પક્ષ વચ્ચે દુશ્મનાવટ થાય તેવા ઈરાદાપુર્વક ઉશ્કેરણીજનક વીડીયો સોશ્યલ મીડીયામાં વાચરલ થયો હતો. આથી તેઓએ પોરબંદર અબતક નામના ફેસબુકના પેજ બનાવનાર અજાણ્યા શખ્શ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે