પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખે પૌત્ર ની વાડ પ્રસંગે હજારો રૂપિયા નો ખર્ચ કરવાના બદલે તે રકમ ગરીબ પરિવાર ની કન્યા ના કરિયાવર માટે અર્પણ કરી હતી.
પોરબંદરમાં અસંખ્ય પરિવારો હોળી પર્વે તેમના પરિવારના પુત્રના જન્મ પ્રસંગે આવતી પ્રથમ હોળી વખતે હજારો રૂપિયાનો ખર્ચ કરીને વાડ નો પ્રસંગ ઉજવતા હોય છે. ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખે અનુકરણીય સેવાપ્રવૃતિનું આયોજન કરીને પૌત્રની વાળ પ્રસંગે થતા ખર્ચની રકમથી જરૂરીયાતમંદ કન્યાને કરીયાવર અપાવીને સૌને અનોખી પ્રેરણા આપી હતી.
જિલ્લા ભાજપના પ્રમુખ અને સાથી ચેરીટેબલ ટ્રસ્ટના પથદર્શક કિરીટભાઇ મોઢવાડિયાના પૌત્ર પ્રહાન ની હોળી નિમિત્ત વાડ હતી, જેમાં એમના પરિવારે ઉજવણીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરવાને બદલે વંશ પરંપરાગત સાદગી થી રીત રિવાજને અનુસરીને આ પ્રસંગ પૂર્ણ કર્યો તથા પ્રસંગમાં થતા ખોટા ખર્ચ ને બચાવીને એ પૈસાનો સદઉપયોગ એક અતિ ગરીબ પરિવારની દીકરી ના લગ્નમાં કરિયાવર લઇને કર્યો હતો. કિરીટભાઇએ જણાવ્યું હતું કે પ્રહાનની વાડ નિમિતે હજારો રૂપીયાનો ખર્ચ કરવાને બદલે એ રકમમાંથી જરૂરીયાતમંદ દીકરીના લગ્નનો કરીયાવર અર્પણ કરવાની ખુશી અનોખી છે. અને સમાજમાં આ પ્રકારના આયોજનને લીધે અન્યને પણ પ્રેરણા મળશે અને દેખાદેખીમાં રૂપિયા વેડફવાને બદલે કોઈને સમાજમાં ઉપયોગી બનવાની ખેવના જાગશે.
