રાણાવાવના ગ્રામ્યપંથકમાં રહેતી યુવતી જામ ખીરસરા ગામે રહેતા નશાખોર પ્રેમી સાથે સબંધ ન રાખતા પ્રેમી એ ઘર માં ઘુસી છરી બતાવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રાણાવાવના ગ્રામ્ય પંથકમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી એ નોંધાવેલ પોલીસ મુજબ તેને ત્રણ વર્ષ પહેલા સ્નેપ ચેટ એપના માધ્યમથી દેવભુમિ દ્વારકા જિલ્લાના જામખીરસરા ખાતે રહેતા લખમણ ઉર્ફે લખન અરભમ ખુંટી સાથે પરિચય થયો હતો. અને બંને વચ્ચે પ્રેમસબંધ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ચોરી છુપીથી બંને અવાર-નવાર ફોનમાં વાતચીત કરતા હતા. અને મળતા પણ હતા.
બે મહિના પહેલા યુવતીને એવું જાણવા મળ્યું હતુ કે, લખમણ દારૂ પીવે છે. આથી લખમણ ને ફોન કરી ને “આજ પછી તું મને ફોન કરતો નહી અને મળવા આવતો નહી મારે તારી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો નથી”તેવું કહેતા તા.૧૩ ના રોજ યુવતી રાત્રે ૧૦:૩૦ વાગ્યે તેના મકાનના ઉપરના માળે રૂમનો દરવાજો ખુલ્લો રાખી સુતી હતી.ત્યારે લખન ત્યાં આવી પહોંચ્યો હતો અને છરી બતાવીને ‘તું મારી સાથે ભાગી આવ”તેમ કહેતા યુવતીએ તેની સાથે જવાની ના પાડતા “તું મારી સાથે નહી આવે તો હું તને અને તારા પરિવારના સભ્યોને મારી નાખીશ” તેમ કહી ગાળો આપી જતો રહ્યો હતો. તેની ધમકીનો ડર લાગતા જે તે વખતે ફરીયાદ કરી ન હતી. પરંતુ અંતે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.