Thursday, November 26, 2026

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૬૧ લાખના લોન કૌભાંડમાં છ વર્ષથી વોન્ટેડ આંધ્ર બેન્કનો પૂર્વ મેનેજર મુંબઈ થી ઝડપાયો

પોરબંદર માં ૬ વર્ષ પૂર્વે આંધ્ર બેંક ના મેનેજર અને અન્ય શખ્સે મળી ૭ લોકો સાથે લોન અને સરકારી સહાય ના નામે તેના ડોક્યુમેન્ટ મેળવી લઇ તે ડોક્યુમેન્ટ ના આધારે આન્ધ્ર બેંક માંથી ૬૧ લાખ રૂપિયા ની લોન લેવાનું કૌભાંડ કર્યું હતું જે મામલે નાસતા ફરતા પૂર્વ બેંક મેનેજર ને પોલીસે મુંબઈ થી ઝડપી લીધો છે.

પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં ઘાસ ગોડાઉન ની પાછળ રહેતા અને મજુરીકામ કરતા રામભાઈ વેજાભાઈ ચાવડા (ઉવ ૪૦)એ તા ૧-૮-૨૦૧૯ ના રોજ કમલાબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમને બે વરસ પહેલા આંધ્ર બેંક માં થી નાના ઊઘ્યોગ તેમજ ગૃહ ઉદ્યોગ માટે લોન મળી શકે છે તેવું જ્ઞાતિ ના આગેવાને જણાવતા તેઓએ પોતાના તમામ દસ્તાવેજ ની નકલો રાજુ સાજણ કેશવાલા નામના શખ્સ ને આપી હતી રાજુ એ તેની લોન બે ત્રણ મહિના માં મંજુર થશે તેવું જણાવ્યું હતું જો કે રામભાઈની સહી એકેય કાગળ માં લીધી ન હતી તેમજ તેઓને બેન્કે પણ લઇ ગયા ન હતા.

લોન ભરી જવાની નોટીસ આવતા ચોંકી ઉઠ્યા
ત્યાર બાદ થોડા સમય પછી માં આંધ્ર બેંક દ્વારા તેના દ્વારા લેવાયેલ લોન ની સાડા દસ લાખ જેટલી રકમ બાકી હોવાથી તે ભરી જવા નોટીસ આપવામાં આવી હતી જે નોટીસ મળતા રામભાઈ ચોંકી ઉઠ્યા હતા અને માનસિક તનાવ માં આવી ગયા હતા ત્યાર બાદ તેઓએ આરટીઆઈ કરી અને બેંક માં થી પોતાની લોન અંગે ના કાગળો કઢાવતા કુલ સાડા અગિયાર લાખ ના સેન્ટીંગ ના સમાન ની લોન રામભાઈ ના નામે લેવાયેલી હોવાનું સામે આવ્યું હતું આથી તેઓએ બેંક ના તત્કાલીન મેનેજર ચૌધરી નો સંપર્ક કરતા ચૌધરી એ એવું જણાવ્યું હતું કે બેંક ના પૂર્વ મેનેજર વૈભવ બબન નલાવડે તથા રાજુ સાજણ કેશવાલા એ મળી અને આ કૌભાંડ આચર્યું છે જે અંગે વૈભવ ને બેંક દ્વારા તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરાયો છે અને બન્ને વિરુધ પોલીસ ફરિયાદ બેંક દ્વારા કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ બેંક મેનેજરે આપી હતી.

કોઈ કાર્યવાહી ન થતા ફિનાઈલ પી આપઘાત ની કૌશિશ કરી
પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ ન હતી આથી રામભાઈ ૨૮ માર્ચ ૨૦૧૯ ના રોજ રાજુના ઘર પાસે ફિનાઈલ પી અને આપઘાત ની કૌશિશ પણ કરી હતી તે સમયે પણ તેઓએ પોલીસને આ સમગ્ર કૌભાંડ અંગે જણાવ્યું હતું તે સમયે બેંક ના મેનેજર ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું તેઓને જણાવતા તેઓએ તે સમયે પણ કોઈ કાર્યવાહી કરી હતી પરંતુ ત્યાર બાદ પણ બેંક મેનેજર ચૌધરી દ્વારા જવાબદાર બન્ને શખ્સો સામે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાવતા તેઓએ પોલીસ માં રજૂઆત કરી હતી પરંતુ પોલીસે બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવે ત્યાં સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે નહી તેમ જણાવ્યું હતું આથી તેઓ ફરી થી મેનેજર ચૌધરી ને મળ્યા હતા ત્યારે પણ ચૌધરી એ તેમને બેંક ના લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ તૈયાર થઇ નથી તેમ જણાવી દીધું હતું.

અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ
આથી અંતે તેઓએ પોલીસ નો ફરી સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે તેમજ પોતાની જેમ જ આંધ્ર બેંક માં થી આ રીતે અન્ય છ લોકો ના નામે કુલ ૬૦,૯૦,૭૪૭ ની લોન લેવાનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ વૈભવ નાસતો ફરતો હતો કમલાબાગ પી આઈ આર સી કાનમિયા ની આગેવાની હેઠળ પેટ્રોલિંગ દરમ્યાન સર્વલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એન ટી ભટ્ટ તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ અને સાજન રામશીભાઈ વરુ ને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ થી બાતમી મળી હતી કે છ વર્ષેથી નાસતો ફરતો આરોપી વૈભવ(ઉવ ૩૬) હાલ તેના રહેણાંક શંખેશ્વર પ્લેટિનિયમ ટાવર રૂમ નં.૧૪૦૨ તા.કલ્યાણ જી.થાણે ખાતે છે આથી પોલીસ તુરંત મુંબઈ દોડી ગઈ હતી અને વૈભવ ને ઝડપી લઇ પોરબંદર લાવી વધુ પુછપરછ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે