Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મત ગણતરી પહેલા દરેક ઉમેદવાર ને કેટલા મત મળ્યા અને કોની જીત થઇ તેનું લીસ્ટ વાઈરલ

પોરબંદર સહીત રાજ્યભર ની વિધાનસભા ચુંટણીનું ગુરુવારે પરિણામ જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા જ સોશ્યલ મિડીયામાં અર્જુનભાઇ મોઢવાડીયા ૨૭૯૬ મતે વિજેતા બન્યા હોવાનું તથા દરેક ઉમેદવારે તથા નોટાએ કેટલા મત મેળવ્યા તેનું લીસ્ટ વાઈરલ થતા અનેક ચર્ચાઓ જાગી છે તથા તંત્ર દ્વારા પણ તે અંગેની તપાસ શરૂ થઇ છે.

પોરબંદર વિધાનસભા બેઠક પર ખેલાયેલા ચુંટણી જંગ ની ગુરુવારે મતગણતરી થયા બાદ તેનું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા જ સોશ્યલ મિડીયામાં વિધાનસભા એક્ઝીટ પોલ ૨૦૨૨ ના નામે એક લીસ્ટ વાઈરલ થયું છે. જેમાં અર્જુનભાઇ મોઢવાડીયા ૨૭૯૬ મતે વિજેતા બન્યા હોવાનું જણાવાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ યાદી માં દરેક ઉમેદવાર અને નોટા માં કેટલા મત પડ્યા તેની આંકડા જાહેર થયા છે. હજુ સુધી ઇવીએમમાં જે રહસ્ય કેદ છે તે અગાઉથી કઇ રીતે જાહેર થઇ શકે ? તેવા સવાલો ઉઠ્યા છે.

લીસ્ટ માં દરેક ઉમેદવારના મત દર્શાવાયા છે જેમાં કુલ મતદારો ૨૬૬૦૫૫ માંથી પડેલા મત ૧૬૨૬૬૫ દર્શાવેલા છે. અને ૬૧.૧૪ ટકા મતદાન થયું છે, જેમાંથી અર્જુનભાઇ મોઢવાડીયાને ૭૬૩૮૫ અને બાબુભાઇ બોખીરીયાને ૭૩૫૮૯ મત મળ્યા હોવાનું જાહેર થયું છે. અને અર્જુનભાઇ મોઢવાડીયાને ૨૭૯૬ મતે વિજેતા જાહેર થાય છે. તેમ જણાવ્યું છે, તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઇ જુંગી ૭૫૩૨ મત અને નોટા ને ૨૯૬૭ મત મળ્યા છે. તથા જેઠાભાઇ ચાવડાને ૩૯૮, રમેશભાઇ ડાકીને ૧૯૮, રાજેશભાઇ પંડયાને ૨૭૮, રણમણભાઇ ઓડેદરાને ૧૭૯, લાખણશીભાઈ ઓડેદરાને ૨૮૯ પ્રકાશભાઇ ઉનડકટને ૨૦૫, મનોજભાઇ બુધ્રેચાને ૪૭૮, મુકેશભાઇ પાંજરીને ૧૬૭ મત મળ્યા છે.

લીસ્ટ વાઈરલ થતા રાજકારણમાં પણ ચર્ચા નો વિષય બન્યું છે. કારણ કે હજુ ગુરૂવારે ઇવીએમ ખુલે અને મત ગણતરી થાય પછી કોને કેટલા મત મળ્યા તેની સાચી માહીતી બહાર આવશે. પરંતુ પોરબંદરમાં અત્યારથી જ આ યાદી ફરતી થઇ છે. ત્યારે તંત્રએ પણ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે