Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પતિના મૃત્યુ બાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઈ શકે નહીં:પોરબંદર કોર્ટ નો મહત્વ નો ચુકાદો.

પતિના મૃત્યુબાદ સાસરીયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબ ફરીયાદ થઇ શકે નહીં. તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની કોર્ટ આપ્યો છે જેમાં પોરબંદરમાં પરિણીતાએ કરેલી ફરીયાદનો કેસ ચાલે તે પહેલા જ રેકર્ડ ઉપરના પુરાવાને ઘ્યાને લઇને રદ કરવા જણાવ્યું હતું.

હાલના સમયમાં લગ્ન પછી વાંધો પડે એટલે કોર્ટ કચેરીમાં કેસ કરવા ખુબ સામાન્ય બાબત થઇ ગયેલ છે. અને ૫૦ વર્ષ પહેલા પોરબંદરની કોર્ટમાં વર્ષમાં પતિ-પત્નિના ઝઘડાના માંડ ૨-૩ કેસ થતા હતા. જયારે હાલના આધુનીક જમાનામાં મહીને ૫૦ જેવા કેસ પોરબંદર જેવા નાના શહેરમાં થઈ જતા હોય છે. અને તે રીતે હાલના આધુનીક જમાનામાં યુવક-યુવતિઓ જતુ કરવાને બદલે લડી લેવાના મુડમાં વધારે હોય છે. અને તેના કારણે જે સંસાર ભાંગવાના બનાવો વધતા જાય છે.

તે પ્રમાણે પોરબંદરની એક મહિલા દ્વારા તેમના સસરા વિનોદભાઇ પંડ્યા તથા સાસુ દમયંતીબેન પંડ્યા તથા તેના વિનોદભાઈ પંડ્યાના મોટાભાઇ સુમનભાઇ પંડ્યા તથા તેના પતિના બહેન બનેવી સામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ મુજબનો કેસ ૨૦૨૨ માં દાખલ કરેલો હતો, અને ભરણપોષણ તથા મિલકતમાં ભાગ માંગેલો હતો. તે સંબંધે સામાપક્ષે તમામ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઇ લાખાણી રોકાયેલા હતા. અને તેઓએ કોર્ટમાં હાલનો કેસ ચલાવવા સંબંધે તકરાર લઇ સીધી જ ડીસ્ચાર્જ અરજી આપતા અને તે સંબંધે વિગતવાર દલીલ કરતા જણાવેલ કે હાલ અરજદારના પતિ કોરોનામાં ગુજરી ગયેલ છે. અને તેઓ હૈયાત હતા ત્યારે ૨૦૧૮ની સાલમાં ભરણપોષણનો કેસ કરેલો હતો, અને તેમાં કોર્ટ ભરણપોષણ મંજુર કરેલું હતું.

અને ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં કોઇ ડોમેસ્ટીક વાયોલન્સ નો કેસ દાખલ કરેલ ન હતો. પરંતુ અરજદારના પતિ પાર્થ પંડ્યાનું અવસાન થઇ ગયા બાદ સાસુ-સસરા સાથે પૈસા પડાવવાના હેતુથી જ ખોટી ફરીયાદ કરેલી હોય અને સાસુ-સસરા ઉંમરલાયક હોય અને અરજદારે અગાઉ કરેલી ભરણપોષણની અરજીમાં તે તેમજ તેના પતિ ગુજરનાર પાર્થ પંડયાના પ્રેમ લગ્ન હોવાના કારણે વર્ષોથી મા-બાપથી અલગ-અલગ જુનાગઢ અને રાજકોટ રોકાયેલા હોય અને સાથે રોકાયેલા જ ન હોય તેવુ ૨૦૧૮ ની ભરણપોષણની અરજીમાં વિગત દર્શાવેલી હોય અને ત્યારબાદ ૨૦૨૨ માં હાલનો કેસ દાખલ કરેલો હોય તેમજ રાજકોટની ફેમીલી કોર્ટમાં પણ મિલકતમાં ભાગ માંગવાનો અલગથી કેસ કરેલો હોય તે તમામ બાબત હાલની અરજીમાં છુપાવેલી હોય અને તે રીતે વર્ષોથી પતિ-પત્નિ અલગ રહેતા હોય ત્યારે ડોમેસ્ટીક વાયોલન્સ બનવાનો પ્રશ્ન રહેતો ન હોય

અને તેથી અગાઉ કોઇ કેસ કરેલ ન હોય પરંતુ પતિ પાર્થ પંડ્યાના અવસાન બાદ હાલનો ખોટો કેસ કરેલ હોવા સંબંધેની વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્વારા કેસ ચાલે તે પહેલા જ રેકર્ડ ઉપરના પુરાવા તથા હકીકત ઘ્યાને લઇ પોરબંદરના ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ રાઠોડ દ્વારા ફરીયાદ ચલાવ્યા વગર જ કાયદાની જોગવાઇઓ ઘ્યાને લઇ રદ કરવાનો હુકમ કરેલો હતો, અને તે રીતે આ ચુકાદાથી પુત્રના અવસાન બાદ વહુ દ્વારા ખોટી હેરાનગતી કરવામાં આવતી હોય તો કોર્ટમાં ન્યાય મળી શકતો હોવાનો અહેસાસ થયેલ છે.

આ કામમાં સામાવાળાઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી, લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નોંઘણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે