પોરબંદર
પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર ‘રંગોત્સવ’ યોજાઈ છે.જેમાં રાજયના ૫૦ જેટલા ચિત્રકારોએ અલગ અલગ વિસ્તારોમાં જઇને લાઈવ ચિત્રો દોર્યા છે.આ ચિત્રો નું આગામી તા ૧૬ ના રોજ બે દિવસીય પ્રદર્શન પણ યોજાશે.
ગુજરાતની ચિત્રકલાના સંવર્ધનના પ્રયાસ અન્વયે તથા પોરબંદર ની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ના સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઈનોવેટીવ આર્ટ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ચિત્રકલા કાર્યશિબિર રંગોત્સવ નું આયોજન કરાયું છે જેમાં પોબંદર ગુજરાત અને મહારાષ્ટ્રના દિગ્ગજ ચિત્રકારો જોડાયા છે.જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર અમીત ધાણે, સુરેશ રાવલ,સહીત જાણીતા ચિત્રકારો નો સમાવેશ થાય છે.
પ્રથમ દિવસે અસ્માવતી ઘાટ પાસે આ આર્ટિસ્ટોએ વોટર કલર દ્વારા લાઈવ ચિત્રો બનાવ્યા હતા.અંદાજે 90 જેટલા ચિત્રો બનાવ્યા હતા.ગઈકાલે સાંદિપની ખાતે આર્ટિસ્ટો એ લાઈવ પેન્ટિંગ બનાવ્યા હતા.આજે રવિવારે નવી ચોપાટી પાસે રાજમહેલ ખાતે આ આર્ટિસ્ટો લાઈવ ચિત્રો બનાવશે.શહેર માં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થયું છે. ત્રણ દિવસ દરમિયાન ૪૫૦ થી વધુ ચિત્રો તૈયાર કરાશે.આગામી તા. 16 અને 17 તારીખ ના રોજ મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે સવારે 9 થી 12 અને બપોરે 4 થી 8 સુધી આ ચિત્રો નું પ્રદર્શન પણ યોજાશે.તેવું ઇનોવેટીવ ગ્રુપ ફોર આર્ટીસ્ટ ના સ્થાપક બલરાજભાઈ પાડલીયા એ જણાવ્યું છે.
જુઓ આ વિડીયો