પોરબંદર
પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે.જે તા ૨૨ સુધી ચાલશે.
પોરબંદરની કલાપ્રિય જનતા માટે એચપી આર્ટ સ્ટુડિયો દ્વારા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે યુનિટી શીર્ષક હેઠળ ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લાના 28 જેટલા કલાકારોના ૪૦ ચિત્રો,શિલ્પ તથા ગ્રાફીકસ આ પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે.આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા ચિત્રકાર અને રેતીશિલ્પકાર નથુભાઈ ગરચરના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. યોગેશ એમ. સોની ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યા માં શહેર ના કલાપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કલાકારો ની કળા ને બિરદાવી હતી.આ પ્રદર્શન તા ૨૨ સુધી નિહાળી શકાશે.ઉપરાંત આજે તા. 21/5ને શનિવાર સાંજે 5 કલાકે જાણીતા શિલ્પકાર રામભાઇ ઘડીયાલી દ્વારા કલે મોડલિંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.તા. 22/5ને રવિવાર સાંજે 5 કલાકે અમદાવાદના જાણીતા ગ્રાફીકસ આર્ટીસ્ટ અલ્પેશ પટેલ દ્વારા લિનોકટ પ્રિન્ટ મેકીંગનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે.
પ્રદર્શનમાં ભાગ લીધો છે તે કલાકારોઃ
અમીત થાનકી, અમીતસિંહ મશાણી, અનિલ થાનકી, અંકીતા મારૂ, અશોક પરમાર, આરતી શુકલા, આશા કેશવાલા, ભારતી ગીરનારી, ભીમભાઇ કોટીયા, દિપક જાની, ધારા જંગી, ધૃતી ગોકાણી, હરદેવસિંહ જેઠવા, હિતેશ મકવાણા, જીજ્ઞા કિશોર, કિંજલ ઓડેદરા, મોહન ચાંડપા, મોનીકાબા જેઠવા, નરેશ ગૌસ્વામી, નિતા કોટીયા, પરબત કેશવાલા, પરિમલ મકવાણા, રાજદિપ ગજજર, રામ ઘડીયાલી, રણજીત ઓડેદરા, રણજીત પરમાર, સોનલ ઓડેદરા, તુલસી વઘાસીયા
જુઓ આ વિડીયો