રાણાવાવ માં નવ વર્ષ પહેલા યુવાન પર હુમલા ના બનાવ માં કોર્ટે બે શખ્સો ને બે વર્ષની સજા અને ૧ હજાર નો દંડ ફટકાર્યો છે.
રાણાવાવ ના માલદેભાઈ લીલાભાઈ ગરેજા ગત તા.૨૫/૮/૨૦૧૪ નાં રોજ રાણાવાવ-જામનગર રોડ પર કષ્ટભંજન હનુમાનજી મંદિરથી આગળ પસાર થતા હતા. ત્યારે વાંસજાળીયા ના રબારી કેડા માં રહેતા રમેશ બધા મોરી એ જુના મનદુઃખ ના કારણે તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી વાંસાના ભાગે માર માર્યો હતો. તથા પબા મેરા મોરી એ લોખંડના પાઈપ વડે હાથમાં માર મારી ફેકચર કર્યું હતું. તથા બન્ને શખ્સો એ ગાળો કાઢી,ઢીકાપાટુનો માર મારી ગામમાં આવશે તો જાનથી મારી નાખીશું. તેમ ધમકી આપી હતી. જે અંગે માલદેભાઈ એ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા નજરે જોનાર સાહેદોના પુરાવાના આધારે તથા સરકારી વકીલ જયેશ એલ.ઓડેદરાનાંની દલીલનાં આધારે બન્ને આરોપીઓ ને ર વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૦૦૦/- નો દંડ કરવા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, જજ જી.ટી.સોલંકી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે
આવેલ છે. આ કામે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે જયેશ લાખણશીભાઈ ઓડેદરાનાં રોકાયેલા હતા.