આજે તા. 25ને સોમવારના રોજ શ્રી કૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરેથી બપોરના 4 વાગ્યે રવાડીમાં બિરાજીફુલડોલ ઝુલવા વાઝતે ઢોલ શરણાઈના સુરે કિર્તનકારો સાથે ભાવિક ભાઈ-બહેનો સાથે મધુવનમાં જશે. ત્યાં મધુવનમાં આવેલ રણના ઝાડ ઉપર ઝુલામાં શ્રી કૃષ્ણ પ્રભુને બેસાવામાં આવશે. અને સૌ આવેલા નાના મોટા ભાઈઓ તથા બહેનો શ્રી કૃષ્ણ પ્રભુને અબીલ ગુલાલ વડે રંગ રમાડશે અનેઝુલે ઝુલાવશે. આ અમુલ્યલ્હાવો આવેલ હરકોઈ વ્યક્તિને મળશે. અને પોતાની જાતને ધન્યતા અનુભવશે કે પોતે સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ સાથે હોળી ખેલ્યા.
ત્યાર બાદ શ્રી કૃષ્ણ પ્રભુજી રૂક્ષ્મણીના મઢે એટલે કે મહાપ્રભુજીના બેઠકજી પાસે આવેલ જે રુક્ષ્મણીજી નું પિયર કહેવાય છે. ત્યાં આવશે ત્યાં શ્રી કૃષ્ણ પ્રભુનું સ્વાગત રૂક્ષ્મણીજીના પિયરીયાઓ કરશે પછી ત્યાં વિશ્રામ કરવા રવાડીમાં બેસાડશે. કિર્તનકારો કિર્તન કરશે. શ્રી કૃષ્ણને શીતલ જલ અને મેળો એટલે કે, ફ્રુટ સામગ્રી ધરાવી આરતી ઉતારશે. ત્યાર બાદ વિધિવત શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નનીકંકોત્રી બન્ને પક્ષોની સમુજુતીથી લખાશે જે આજે પણ મોરપીછી દ્વારા લખવામાં આવે છે. કંકોત્રી લખાશે ત્યારે બહેનો લગ્નગીતોની રમઝટ બોલાવશે વિધિવત કંકોત્રી લખાયા બાદ પધારેલા નાના મોટા સર્વે ભક્તોમાં શીતલ જલ અને પ્રસાદ વહેચવામાં આવશે.
માધવપુર (ઘેડ) તથા આજુબાજુના (ઘેડ) વિસ્તારમાં ગામડાઓમાં ભાઈઓ તથા બહેનો પોત-પોતાનો કુંવર પરણતો હોય તેમ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નનીતડામાર તૈયારીમાં પડી જશે બહેનો પોત પોતાના ઘરે અને માધવરાયજી મંદિરમાં લગ્નગીતોની રમઝટ બોલાવશે.