પોરબંદરની ચોપાટી પર દરિયામાં આત્મહત્યા કરવા ગયેલા વૃધ્ધાને સ્થાનિક તરવૈયાઓએ અને વોકીંગ કરનારાઓએ બચાવીને ૧૮૧ને જાણ કરતા તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.
પોરબંદર ચોપાટી પર હજૂર પેલેસના આગળના ભાગે સવારે એક વૃધ્ધા દરિયામાં ઝંપલાવવા માટે ગયા હતા જે અંગે સ્થાનિકો ને જાણ થતા તેઓએ તેમને દરિયામાંથી બહાર કાઢ્યા હતા અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક વૃધ્ધા ચોપાટી દરિયામાં આત્મહત્યા કરી રહી હતી તેમને અમોએ દરિયામાંથી બહાર લાવેલ અને તે નિઃસહાય છે, તેમનું સરનામુ કે જણાવતા નથી તમો મદદ માટે આવો.
પોરબંદર અભયમ ટીમ વૃધ્ધાની મદદ માટે તાત્કાલીક સ્થળ પહોચી જઈને વૃધ્ધાને પ્રોત્સાહન આપ્યું. વૃધ્ધા પાણીમાં પલળી ગયેલા હોવાના કારણે ઠંડીથી ધ્રુજી રહેલા હોવાના કારણે તાત્કાલીક ગાડીમાં બેસાડેલ. મહિલાનું નામ, સરનામુ જાણેલ પરંતુ વૃધ્ધાને તેમના ઘરનું સરનામું યાદ ના હતુ તે વારંવાર અલગ – અલગ સરનામુ જણાવતા હોવાથી તેમને આશ્વાસન આપ્યું હતું અને તેમનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવેલ કે, ‘હું વહેલી સવારે ઘરેથી કોઈના કહયા વગર નીકળી ગઇ હતી મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હોવાથી હું અહિંયા આવેલી.’ વૃધ્ધાને આત્મહત્યા કરવાનું કારણ પૂછતા તેમણે જણાવેલ કે ‘મને કોઈથી કાંઈ પ્રોબ્લેમ નથી મને ભુલવાની બીમારી ના કારણે મારે જીવવુ નહીં હોવાથી દરિયામાં પડી જવાનું નક્કી કરેલ.’
વૃધ્ધાને આત્મહત્યા કરવાના વિચારમાંથી બહાર લાવી ને સાંત્વના આપેલ. વૃધ્ધા વિધવા હતા તેમનાં પુત્ર સાથે રહેતા હતા હાલ તેમને સરનામું યાદ ન હતું. વૃધ્ધાના કુશળ કાઉન્સેલિગ બાદ વૃધ્ધાએ તેમના દૂરના સંબંધીનું નામ આપતા તેમના કોન્ટેક નંબર મેળવી તેમની સાથે ચર્ચા કરેલ અને વૃધ્ધાના પુત્રના મોબાઈલ નંબર તથા ઘરનું સરનામું મેળવી અને વૃધ્ધા ના ઘરે જઈ વૃધ્ધા ને તેમના પુત્ર ને સોંપ્યા તથા તેમની સારસંભાળ તથા સારવાર કરવા માટે સમજાવેલ હતા. આ કામગીરીમાં કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાઇલોટ પ્રતાપભાઈ દાસા જોડાયા હતા.