પોરબંદરમાં આવેલ બિરલા ફેકટરી તરીકે ઓળખાતી નિરમા કેમિકલ્સ લી_ માં ડોકટર તરીકેના હોદા ઉપર ફરજ બજાવતા કર્મચારી ડો. અનિલ ડી. દેવાણીએ વર્ષો સુધી આ સંસ્થામાં કાયમી કામદાર જેવી જ નિયમીત ફરજો બજાવેલી હતી. ત્યારબાદ તેઓની નિવૃતી બાદ તેના બાકી નિકળતી હકક-હિસ્સાની તમામ રકમ સંસ્થાએ લાંબા સમય સુધી ન ચુકવતા તેઓએ પોતાના વકિલ વિજયકુમાર પંડયા મારફત પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી કમિશ્નર પોરબંદર સમક્ષ કેસ. દાખલ કરેલ હતો. જે ચાલી જતા નિરમા કેમિકલ્સ લી. ને ગ્રેચ્યુઇટીની રકમ ચુકવી આપવાનો હુકમ થયેલો હતો.
જે ન ચુકવવી પડે અને વીલંબ થાય તેવા હેતુથી સંસ્થાએ રાજકોટ ડેપ્યુટી લેબર કમિશ્નર સમક્ષ અપીલ દાખલ કરેલ હતી. જેમાં પણ કર્મચારી તરફે વકિલ વિજયકુમાર પંડયાએ ધારદાર રજૂઆતો કરી રેકર્ડ ઉપરના પુરાવાઓ, દલીલો ધ્યાને લેવા તેમજ પોરબંદર લેબર કમિશ્નર નો હુકમ ખરો હોવાનુ પુરવાર કરી આપેલ. તેમજ અપીલ કરનાર સંસ્થા અપીલ માટેના કોઇ ખાસ અને આધારભુત કારણો જણાવી કે સાબિત કરી શકેલ ન હોય, ગ્રેચ્યુઇટીની રકમ અટકાવવાનુ કોઈ કારણ રહેતુ ન હોવાથી ડેપ્યુટી લેબર કમિશ્નરે નીચેની હકુમતે કરેલ આદેશની રકમમાં જરૂરી વધારો કરી કુલ રકમ રૂા. ૧૪,૦૦,૦૦૦/- તાત્કાલીક અસરથી ચુકવી આપવાનો સંસ્થાને હુકમ કરતા કર્મચારીને ન્યાય મળેલ હોવાનો અહેસાસ થયેલ છે. તેમજ તેનાથી કર્મચારી વર્ગમાં તેમજ મેડીકલ વર્તુળમાં પણ કાનૂનિ રાહે આગળ વધતા કે ન્યાય માંગતા, મળતો હોવાની લાગણી પ્રર્વતેલ છે.