પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા સ્મશાન ભૂમિ ખાતેથી 60 લોકો ની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગા ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું.
પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા 2005 થી હરિદ્વાર ખાતે ગંગા ઘાટે સમૂહ અસ્થિ વિસર્જન કરવામાંઆવે છે. જે પરિવારના લોકો પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેમના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગંગા ઘાટે જઈ શકતા નથી. તેવા મૃતકોના અસ્થિ વિસર્જન માટે સંસ્થા સભ્યો દ્વારા હરિદ્વાર જઈ અને ગંગા ઘાટે વિધિ પૂર્વક વિસર્જન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 41 વખત હરિદ્વાર ગંગા ઘાટે જઈને અસ્થિઓના વિસર્જન કરવામાં આવ્યા છે. આ વખતે સોબર ગ્રુપના સભ્યો દ્વારા પોરબંદરના સ્મશાન ભૂમિ ખાતે રાખેલા 60 જેટલા અસ્થિઓને સાચવીને હરિદ્વાર ખાતે લઇ જઇ ગંગા ઘાટે વિધિ કરાવી અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના સોબર ગ્રુપ દ્વારા હરિદ્વાર ખાતે સમૂહમાં અસ્થી વિસર્જન કરાયું

Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print