Wednesday, May 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાજકોટ ખાતે મહેર સમાજના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

પોરબંદર પંથકનો મહેર સમાજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનું પ્રમાણ પણ ખૂબજ વધ્યું હોવાથી મહેર સમાજના યુવક યુવતીઓ સરકારી નોકરીમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે મહેર સમાજના આવા અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટ મહેર સમાજ ખાતે અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સંમેલન સહ સન્માન સમારોહનું રાજકોટ મહેર સમાજ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

રાજકોટ મહેર સમાજ મુકામે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ મહેર ઓફિસર્સ કોર કમિટી દ્વારા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને સને ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ના વર્ષમાં સમાજના કલાસ વન,ટુ અને થ્રી માં તેમજ શૈક્ષણિક સેવામાં પસંદ થયેલા મહેર સમાજના તમામ ભાઇઓ તથા બહેનોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સંમેલનના માધ્યમથી મહેર સમાજના અધિકારીઓ, કર્મચારીઓની એકબીજા સાથે મુલાકાત તથા ઓળખાણ થાય તેમજ એકબીજાના વિચારોની આપ-લે કરી જ્ઞાતિના વિકાસકાર્યોમાં કઇ રીતે યોગદાન આપી શકે તે હેતુને સાર્થક કરવા તેમજ મહેર સમાજના સૌપ્રથમ યુ.પી.એસ.સી. પાસ કરીને સીધી ભરતીથી આઇ.પી.એસ. ઓફિસર બનનાર સંજયભાઇ કેશવાલા તેમજ મહેર સમાજના કલાસ વન ટુ અને થ્રી માં તથા શૈક્ષણિક સેવામાં પસંદ થયેલ તમામ ભાઇઓ તથા બહેનોનું સન્માન કરીને તેમને બિરદાવવામાં આવ્યા હતા.

માં લીરબાઇ આઇ અને મહેર શિરોમણી સંત પૂજ્ય માલદેવબાપુના ચરણોમાં વંદન કરી દીપ પ્રાગટ્ય દ્વારા આ સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનો, ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા, આઇ.પી.એસ. ઓફિસર સંજયભાઇ કેશવાલા, ખેતીવાડી અધિકારીઓ પરબતભાઇ ખિસ્તરીયા અને બાબુભાઈ આગઠ, ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીઓ સાજણભાઇ ઓડેદરા, નવઘણભાઇ બી, મોઢવાડીયા, અરજણભાઇ ખિસ્તરીયા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઇ ઓડેદરા તેમજ રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ નાગેશભાઇ ઓડેદરાનું તેમજ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ સર્વેનું એકઝીકયુટિવ ડિરેક્ટર સાયન્સ સીટી અમદાવાદ ખાતે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ વદર દ્વારા શબ્દોથી સ્વાગત કરી પ્રસંગોચિત વકતવ્ય આપવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવેલ.

સને ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ના વર્ષમાં પાસ થયેલા તથા નિમણુંક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું પ્રવર્તમાન ઓફિસરો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પૂજ્ય માલદેવબાપુની છબી તેમજ “મહેરસમાજની વિકાસ ગાથા’ પુસ્તક સ્મૃતિ ભેટ સ્વરૂપે આપી સન્માન કરવામાં આવેલ. પૂજય માલદેવ બાપુની છબી દ્વારા પૂજ્ય બાપુના જીવનના આદર્શોની પ્રેરણા મળતી રહે સાથે મહેર સમાજના અમૂલ્ય વારસાની ઝાંખી કરાવતું પુસ્તક “મહેર સમાજની વિકાસગાથા’ મહેર સમાજના ઘરે ઘરે પહોંચે જેથી સમાજ પ્રત્યે પ્રેમ અને જ્ઞાતિભાવના વધે અને માલદેવબાપુનું સમાજના શૈક્ષણિક વિકાસનું સ્વપ્ન પૂરું કરવામાં સૌ કોઇ સહભાગી બને.

ત્યારબાદ ડી.વાય.એસ.પી. મુળુભાઇ ગોઢાણીયા દ્વારા વકતવ્ય આપવામાં આવેલ જેમાં એમણે હાજર રહેલ અધિકારીઓને સમાજના સર્વાંગી વિકાસ કરવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સાથે જોડાવા આહવાન કરેલ. તેમજ આઇ.પી.એસ. ઓફિસર સંજયભાઇ કેશવાલાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે નવા પસંદ થયેલ અધિકારી, કર્મચારીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી મેળવેલ તેમજ હાલ સેવામાં જોડાયેલા અધિકારી અને કર્મચારીઓને સારી નોકરી મેળવવા પ્રયત્નો ચાલુ રાખવાનું કહેલ. આ બાબતે કોઇપણ પ્રકારના માર્ગદર્શનની જરૂર જણાય તો પોતાનો સંપર્ક કરવા જણાવેલ. ત્યારબાદ ત્યાં હાજર રહેલ મહેમાનો તેમજ અધિકારીઓ પાસેથી સમાજના શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ માટેના સૂચનો માંગવામાં આવેલ જેમાં પરબતભાઈ ખીસ્તરીયા, મુળુભાઇ ગોઢાણીયા,ડો. લીલાભાઈ કડછા, સુભાષભાઇ ઓડેદરા, રાણાભાઇ ઓડેદરા, પ્રો, મંજુબેન ખૂંટી, સાજણભાઇ ઓડેદરા અને નવઘણભાઇ બી. મોઢવાડીયા દ્વારા સમાજને ઉપયોગી સૂચનો કરવામાં આવેલા.

આ સમારોહના અધ્યક્ષ અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ. પોતાના વકતવ્યમાં નવા પસંદ થયેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી જણાવેલ કે સમાજનું રત્ન સમા અધિકારીઓ જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોમાં જોડવા આહવાન કરેલ. વધુમાં તેઓએ જણાવેલ કે આજનો મહેર સમાજ ખેતી તેમજ ઉદ્યોગક્ષેત્રની સાથે સરકારી ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ સાધી રહ્યો છે ત્યારે શિક્ષિત લોકો સમાજસેવાના કાર્યોમાં આગળ આવશે તો જ સમાજ વિકાસ પથ પર જશે. આજે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સમાજના વિકાસાર્થે અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે અને જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ કાર્યોમાં જ્ઞાતિના અધિકારીઓ અને કર્મચારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો સાથે વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો કે આગળ પણ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ આજ રીતે સાથ સહકાર મળતો રહેશે. અધિકારીઓએ આપેલ સુચનોને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના એજન્ડામાં સામેલ રાખી ભવિષ્યમાં શકય એટલી અમલવારી કરવામાં આવશે તેવું જણાવેલ. કાર્યક્રમના અંતે ડો. લીલાભાઈ કડછા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

અધિકારીઓ અને કર્મચારીઓના સન્માન માટે આપવામાં આવેલ ‘મહેર વિકાસગાથા’ પુસ્તક ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ અને બાકીના કાર્યક્રમને નાગેસભાઈ ઓડેદરા તથા અરજણભાઈ કેશવાલા તરફથી સ્પોન્સર કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મહેર સમાજના ગૌરવ સમા અનેક કલાસ વન, કલાસ ટુ અને કલાસ થ્રી અધિકારીઓએ તથા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજીબેન લીલાભાઇ કડછા દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઇ વદર તેમજ ટીમ મહેર સમાજ રાજકોટે જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે