Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ચોરી નો વિચિત્ર બનાવ:કોસ્ટગાર્ડના નાવિકના સ્કુટર માંથી અડધા લાખ ની રોકડ ની ચોરી

પોરબંદર કોસ્ટગાર્ડ માં નાવિક તરીકે ફરજ બજાવતા યુવાન ના સ્કુટર માંથી અડધા લાખ ની રોકડ ની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ હરિયાણા ના તથા હાલ પોરબંદરના ધરમપુર પાસે આવેલ કોસ્ટગાર્ડ રેસીડેન્ડ એરીયામાં રહેતા અને કોસ્ટગાર્ડ એર એન્કલેવ માં નાવિક તરીકે ફરજ બજાવતા મોહનલાલ લાલસીંહ (ઉવ ૨૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૮ ના તેની પત્નિ મીરાકુમારી સગર્ભા હોવાથી તેને વેદાંત હોસ્પિટલ ખાતે લાવ્યો હતો. અને સારવાર માટે ૭૫,૦૦૦ રૂપિયા સાથે લાવ્યો હતો. જેમાં રપ,૦૦૦ પોતાના ટ્રેકપેન્ટના ખીસ્સામાં અને બાકીના ૫૦,૦૦૦ પોતાના સ્કુટરની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા હતાં.

૧૧:૩૦ વાગ્યે પત્નિને પ્રસુતિ થયા બાદ નવજાત બાળકી ની તબિયત સારી ન હોવાથી તેને રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ હોસ્પિટલ ખાતે ઓટોરીક્ષા માં ગયો હતો. અને ત્યાં દાખલ કરી તુરંત પત્ની પાસે પરત આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ ના લેબ ના કર્મચારી એ તેને પૈસા જમા કરાવવાનું કહેતા તે સ્કુટર પાસે ગયો હતો પરંતુ સ્કુટર મળી આવ્યું ન હતું. આથી તેણે હોસ્પિટલના ડો. પીયુષ પાસે જઈને સ્કુટર ચોરાયુ હોવાનું જણાવીને સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા વિનંતી કરી કરતા સીસીટીવી ફુટેજ માં બે અજાણ્યા શખ્સો સ્કુટર લઇને જતા હોવાનુ દેખાયુ હતુ. તેથી મોહનલાલે મેડીકલ સ્ટોરના કર્મચારીને સ્કુટર લઈ જનાર શખ્સો વિષે પૂછતા તે કર્મચારી બંન્ને ને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. અને બન્નેને મોબાઈલ કરી બોલાવતા તેઓ સ્કુટર લઇ ને આવ્યા હતા.

મોહનલાલે સ્કુટર ની ડેકી ખોલી તપાસ કરતા તેમાં થી અડધા લાખ ની રકમ ગાયબ હતી. આથી બન્ને શખ્સો ને તે રકમ અંગે પૂછતા તેઓએ પૈસા ઘરે જ ભૂલી ગયા હશો. તેવું જણાવી પોતે પૈસા લીધા હોવાનો ઇન્કાર કર્યો હતો. તે દિવસે પત્ની ની સારવાર ચાલુ હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી. હવે સ્કુટર લઇ જનાર બે શકમંદ શખ્સો અથવા તો અન્ય કોઈ એ ૫૦ હજાર ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી ના આ વિચિત્ર બનાવ માં વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે