Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના વૃંદાવન રાસોત્સવ ખાતે ખેલૈયાઓ ને મોજ

પોરબંદર લોહાણા મહાજન વાડી ખાતે પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજીત વૃંદાવન રાસોત્સવ નો પ્રારંભ યુવા વૈષ્ણવાચાર્ય પુ. પાદ 108 શ્રી વસંતબાવા લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા,મહાજન મંત્રી રાજુભાઇ લાખાણી,રાજકોટ થી ખાસ ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણી કલ્પેશભાઈ પલાણ નગરપાલિકા પુર્વ પ્રમુખ પંકજભાઈ મજઠીયા,લોહાણા સમાજના ગોર લાલા મહારાજ તેમજ મહાનુભાવો ના કરકમલો દ્રારા કરવામાં આવ્યું હતું.

જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અનિલભાઈ કારીયા,દિલીપભાઈ ગાજરા,સુરેશભાઈ સિમરિયા, હસુભાઈ સીમરીયા,પદુભાઈ રાયચુરા, મુકેશભાઈ ઠક્કર, વિજયભાઈ મજીઠીયા, ડો. અનિલભાઈ દેવાણી,શરદભાઈ મજીઠીયા,ડોક્ટર પારસ મજેઠીયા, ડો પરાગ મજીઠીયા,ભરતભાઈ પોપટ , બીપીનભાઇ કક્કડ ,શૈલેષભાઈ રાયચુરા, ભાવિનભાઈ કારીયા, ટી.કે.કારીયા, જીતુભાઈ કોટેચા રાહુલભાઇ કોટેચા,ગોવિંદા ઠકરાર, વિજયભાઈ ઉનડકટ, અતુલભાઇ કારીયા તેમજ અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિ હતી.

નવરાત્રી ના પ્રથમ દિવસેજ 700 કરતાં પણ વધારે ખેલૈયાઓ તેમજ ત્રણ હજાર થી પણ વધારે જ્ઞાતિજનો ની ઉસ્થિતિ અનેક મહાનુભાવો ની ઉપસ્થિત હૈયું હૈયું દળાય તેટલી જ્ઞાતિજનો રઘુવંશી ખેલૈયાઓ મન મૂકી અને રમ્યા હતા.સૌને ડોલાવી મૂકે તેવું ઓરકેસ્ટ્રા મ્યુઝીક વલ્ડ નું બેન્ડ ટીમ તેમજ લયબદ્ધ ગવાતા ગીતો તેમજ ગરબા ની જમાવટ કરતું ગાયક વૃંદ..આ..હા..!
ખરેખર વૃંદાવન ખડું કરી દીધું હતું .

સમગ્ર આયોજન માં શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ પ્રમુખ પરિમલ ઠકરાર પ્રોજેક્ટ ચેરમેન નિતેશ માવાણી, ઉજવલ લાખાણી તેમજ લોહાણા યુવા શક્તિના પ્રમુખ મિલન કારીયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમની રસાળ શૈલીમાં જીતેશ રાયઠઠા દ્વારા કરવામાં આવ્યું હતું

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે