Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા અને રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા રજૂઆત

પોરબંદર સહિત રાજ્યભરમાં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા સહિત રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા તેમજ ચાલુ વર્ષે ધોરણ.૧માં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે

પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મંત્રી પરેશભાઇ હાથલીયાએ પ્રાથમિક શિક્ષણ નિયામકને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આર.ટી.ઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં ખાનગી શાળાની મર્યાદિત કી.મી.ની ત્રિજયા સુધીમાં સમાવિષ્ઠ રહેણાંક વિસ્તારના બાળકોજ અરજી કરી શકે છે. જેથી કિ.મી.ની ત્રિજયા બહારના વિદ્યાર્થીઓ આર.ટી.આઇ.હેઠળ પ્રવેશથી વંચિત રહે છે જો આ કી.મી.ની ત્રિજયામાં વઘારો કરવામાં આવે તો વઘુમાં વઘુ જરૂરીયાતમંદર બાળકો આર.ટી.ઈનો લાભ લઇ શકે છે.

આર.ટી.ઈ હેઠળ પ્રવેશ માટે જે વાલીઓ અન્ય વિસ્તારમાંથી મજૂરી કે ધંધાર્થે આવેલ છે જેની પાસે રહેણાંકના સ્થાનિક પુરાવા ઉપલબ્ધ હોતા નથી, જે માટે તેને રજીસ્ટર્ડ ભાડા કરાર કરાવવો પડે છે આવા રજીસ્ટર્ડ ભાડા કરાર માટે સ્થાનિક રહેણાંક આપનાર વ્યકિત સંમત થતા હોતા નથી જેથી આવા બાળકો પણ અરજી કરવાથી વંચિત રહે છે જે માટે નોટરી માંડા કરારા અથવા તલાટી મંત્રીનો રહેણાંકનો દાખલો ચલાવવામાં આવે તો આવા બાળકો પણ અરજી કરી આર.ટી.ઇ નો લાભ લઈ શકે.

વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘો.૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૩૧-૦૫-૨૩ સુધીમાં ૬ વર્ષ પુર્ણ થાય તે માટેનો પરિપત્ર થયેલ છે. તે ૬ વર્ષ પૂર્ણ કરનાર બાળકો લગભગ કોઇ હોવા મુશ્કેલ છે. કારણ કે જે બાળકો ૩૧-૦૫-૨૨ના ૫ વર્ષ પૂર્ણ કરેલ હશે તે હાલ ઘો.૧માં પ્રવેશ મેળવી લીધો હોય છે. માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘોરણ ૧ માં પ્રવેશ પાત્ર બાળકોની સંખ્યા રાજયભરમાં જૂજ રહે જે ગત વર્ષે પ્રવેશ લીધેલ ન હોય તે માટે ૨૦૨૩-૨૪ના વર્ષમા ઘોરણ-૧નો વર્ગ લગભગ તમામ શાળામાં ખાલી રહેવા પત્ર છે જે ભવિષ્યમાં પણ એક વર્ગ ખાલી રહેવાનો થાય છે. આવા સંજોગોમાં વર્ગ ખાલી ન રહે તે માટે માત્ર એક વર્ષ માટે ઘો.૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૩૧-૦૫-૨૩ના ૬ વર્ષ પૂર્ણ થાય તેના બદલ ૩૧-૧૦-૨૩ સુધીમાં ૬ વર્ષ પૂર્ણ થાય તે બાળકોને ઘો.૧માં પ્રવેશપાત્ર ગણવામાં આવે તો ૫૦ ટકા બાળકો ૨૦૨૩-૨૪માં અને ૫૦ ટકા બાળકો ૨૦૨૪-૨૫માં પ્રવેશપાત્ર બની શકે અને વર્ગ વ્યસ્થાપન જળવાઇ રહે તે માટે યોગ્ય કરી આપવા રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે