રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સરકાર ની નિ:ક્ષય યોજના અંતર્ગત અ-ક્ષય પ્રોજેક્ટ માં દર મહિને અંદાજે 45 દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ દર કરે છે. પરંતુ પોરબંદર માં ૬૦ જેટલા એવા દર્દીઓ છે કે જેનો BMI ઈન્ડેક્સ 18 કરતા પણ ઓછો હોય છે. આ પ્રકારના દર્દીઓને કુપોષિત દર્દી માનવામાં આવે છે અને બિમારી સબબ તેમની મૃત્યુ થવાની શક્યતા ૬૦ ટકા જેટલી વધુ હોય છે. આવા દર્દીઓ ને રોટરી ક્લબ દ્વારા અક્ષય પ્રોટીન પાવડરના ડબ્બા પણ નિયમિત રીતે આપવાનું શરુ કર્યું છે.
આ અક્ષય પ્રોટીન પાવડર ના ડબ્બા આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. નીહીરભાઈ દવે ના ખાસ માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલા છે. જે અંતર્ગત આ પ્રકાર ના ૬૦ દર્દીઓને અક્ષય પ્રોટીન પાવડર ના ડબાનું વિતરણ આજરોજ તારીખ ૧૩ ફેબ્રૂઆરીને મંગળવારે પોરબંદર જીલ્લા ટીબી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ હતું. આજના પ્રોજેક્ટ નો સંપૂર્ણ આર્થિક સહયોગ રો. હુસેનભાઈ ત્રવાડી તરફથી મળેલો હતો.
રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલ પ્રોટીન પાવડર નાં ઉપયોગ અને ફાયદા વિષે ડીસ્ટીકટ ટીબી ઓફિસર ડોક્ટર સીમા પોપટિયા એ વિશેષ માહિતી આપી હતી અને વ્યસન મુકત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું.
રોટરી કલબના સભ્યો અને પ્રેસિડેન્ટ રો.અશ્વિન ચોલેરા દ્વારા દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને દર્દીઓને આ કેન્દ્રનાં ડોક્ટરની મહેનત સફળ બનાવવા અને વ્યસન છોડીને સહકાર આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે રો. પ્રીતેષ લાખાણી અને રોટરી ડીસ્ટરીકટ ૩૦૬૦ અક્ષય પ્રોજેક્ટ ચેરમેન રો. વિજય મજીઠીયા, પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર રો. જયેશભાઇ પત્તાણી, રો હર્ષિતભાઈ રુઘાણી સહિતનાં સભ્યો હાજર રહ્યા હતા.


