Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક માં અધ્યક્ષ સ્થાને થયેલ ૧૫ ઠરાવ રદ કરવા માંગ

પોરબંદર પાલિકા ની ગત જાન્યુઆરી માસ માં મળેલી સામાન્ય સભા માં અધ્યક્ષ સ્થાને થયેલ ૧૫ ઠરાવ રદ કરવા વિપક્ષ ના સુધરાઈ સભ્ય એ રીજીયોનલ કમિશ્નર ને રજૂઆત કરી છે. અને રદ નહી થાય તો હાઇકોર્ટ માં જવા ચીમકી પણ આપી છે.

પોરબંદર પાલિકા ના વિપક્ષ ના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યા એ રીજીયોનલ કમિશ્નર ને કરેલી લેખિત રજૂઆત મુજબ ૧૩-૦૧-૨૦૨૩ ની મળેલી સામાન્ય સભામાં રજૂ થયેલા મુદાઓ અને તેના પર થયેલા ઠરાવો ની ખરી નકલ આપવા ઉપરોકત સંદભ ના પત્રો થી ચીફઓફીસર સાહેબ ને વિનંતી કરેલ હતી. આખરે આ સભાના ઠરાવ ની નકલ તેઓને ગત તા. ૨૭-૨-૨૦૨૩ ના મળેલ છે. તા. ૧૩/૧/૨૩ ની સામાન્ય સભામાં એજન્ડામાં કુલ ૪૨ આઈટમો હતી. અને આ સભા આ એજન્ડા પર ના મુદ્દાઓને કોઈપણ જાતની ચર્ચા કર્યા વિના બહુમતીએ મંજુર કરી ને સભા પુરી થયેલી. આ સભામાં અધ્યક્ષ સ્થાને થી કોઈપણ મુદ્દા રજુ કરવામાં આવેલ નહીં. ફારૂકભાઈ એ ઉપરોકત સંદર્ભના લખેલ પત્રોમાં ચીફ ઓફીસરને સ્પષ્ટ જણાવેલ હતુ કે આ સભામાં અધ્યક્ષ સ્થાને થી કોઈ પણ મુદ્દા રજૂ થયા નથી અને આ સભાનુ વિડીયો રેકોર્ડીંગ – સીસીટીવી – અને સભામાં હાજર રહેલ પત્રકાર મિત્રો પણ આ બાબતથી વાકેફ છે.

અને ૨૭/૨/૨૦૨૩ ના રોજ આપવામાં આવેલ સભાની મીનીટ નકલ જોતા આ સભામાં અધ્યક્ષ સ્થાને થી ૧૫ મુદાઓ લેવામાં આવ્યા છે અને તે તમામ માં પ્રમુખ ચીફઓફીસર ને સત્તા આપવાનું ઠરાવી દેવામાં આવ્યું છે. અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમનં.

(૧) નગરપાલિકાનું દુલિપ ક્રિકેટ ગાઉન્ડ ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી ના હેતુ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને ૩/૧૧/૨૦૨૨ ના હુકમ થી ફાળવવાનું નકકી કરવા અંગે નો ઠરાવ સામાન્ય સભાના તમામ સદસ્યોને અંધારામાં રાખી ને પોરબંદરના રમતવિરી ના હીત ને નુકશાન કરી નગરપાલિકાને કોઈપણ જાતના આર્થીક ફાયદા વિના અધ્યક્ષ સ્થાને થી લઈ ને શા માટે કરવામાં આવ્યું ? આ મુદ્દા રેગ્યુલર મીટીંગના એજન્ડામાં શા માટે લેવામાં ના આવ્યો તે પણ સુચક છે.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (ર)

પોરબંદર નગરપાલિકાનો ડેવલ્પમેન્ટ પ્લાન બનાવવા માટે કન્સલટન્ટ સ્પેશ ક્રિએટસને વર્ક ઓર્ડર ૫/૫/૨૦૧૭ ના આપવામાં આવેલો તેમજ છાંયા નગરપાલિકાના ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે ૩૦/૬/૨૦૧૮ ના વર્ક ઓર્ડર આપવામાં આવેલ અને તેની મુદત ૩૧/૩/૨૦૨૦ સુધી લંબાવી આપવામાં આવેલી અને હવે આટલા લાંબા સમય પછી ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાને બદલે ૨૦૧૭ ના આ કામ ને અધ્યક્ષ સ્થાને થી વધુ છ માસ માટે લંબાવી આપવાનું ઠરાવી દેવામાં આવ્યું.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (૩)

અર્થટેક ઈનોવેશન પ્રા. લી. નામની કંપની ને માત્ર એક અરજી લઈ ને બાયોગેસ પ્લાન્ટ માટે જમીન સહીતની કાર્યવાહી કરવાની સત્તા અધ્યક્ષ સ્થાને થી પ્રમુખએ મેળવી લીધી. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ધણી જ એજન્સીઓ છે અને ઘણી કંપનીનો સ્અટાર્પટ પણ છે અને અનુભવી પણ છે આ માટે જાહેરાત આપીને વધુ એજન્સીઓને આવકારી શકાય હોત પરંતુ તેમ કરવાને બદલે માત્ર એક જ કંપની ની માત્ર અરજી લઈ ને આ એજન્ડાને અધ્યક્ષ સ્થાને થી રજુ કરી તમામ કાર્યવાહી કરવાની સત્તા પ્રમુખએ મેળવ્યાનો ઠરાવ કરી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં.(૪)

પોરબંદર છાંયા નગરપાલિકાના મ્યુ. એન્જી. ની જગ્યા ધણા સમય થી ખાલી છે હાલમાં ધોરાજી નગરપાલિકાના મ્યુ. એન્જી. થી ચલાવાય રહયુ છે આ જગ્યા પર ૧૧-માસના કરાર આધારીત મ્યુ, એન્જીયનર ની નિમણુંક કરવાનો ઠરાવ પણ રેગ્યુલર એજન્ડામાં લેવાને બદલે અઘ્યક્ષ સ્થાને થી લખવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (૫) પોરબંદર છાંયા નગરપાલિકામાં બદલી પામી ને આવેલ જુનીયર નગર નિયોજક ની નિમણુંક કરવામાં આવેલ હોય તેઓને પગાર – ભથ્થા વિ. ચુકવવાનો ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી લખવામાં આવેલ છે.

અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ આઈટમ નં. (૬)

જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ થી પોરબંદર આવતી મુખ્ય પાઈપ લાઈનનું કામ કરતી એજન્સી ને જનરલ બોર્ડની મુંજીર ની આપેક્ષએ મુદત વધારી આપવામાં આવેલી હતી જે જનરલ બોર્ડની મંજુરી ની અપેક્ષાએ થઈ ગયેલા કામ ને રેગ્યુલર એજન્ડા માં નહીં લઈ ને અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યુ છે વળી, આ કામ ૩૩-એમ.એલ.ડી. ઓપરેટ અને મેઈન્ટેનન્સ વિ. કામ આઉટ સોર્સ દ્વારા સેવકો મેળવીને પ્રમુખે કરેલ હુકમને બહાલી આપવાનું પણ અધ્યક્ષ સ્થાને થી ઠરાવવામાં આવી દીધું છે.

અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ આઈટમન.(૯)

પોરબંદર – છાંયા નગરપાલિકા વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, તેમજ અંગત પ્રસંગોના ભીના કચરા સેનીટેશન ના વાહન ધ્વારા એકત્ર કરવામાં આવે છે શહેરમાં આવેલ હોટલ,રેસ્ટોરન્ટ, લોજીંગ, ફાસ્ટફુડ વિગેરે ના ધંધાથીઓ પાસેથી માસિક રૂા. ૧૦૦૦/- ( એક હજાર – પ્રતિમાસ) નો ચાજ વસુલ કરવાનો અને તેમાં દર ૩ (ત્રણ) વર્ષ ૧૦ ટકાનો વધારો પણ કરવાનો તેવા મતલબ નો ઠરાવ પણ અધ્યક્ષ સ્થાને કરી લેવામાં આવેલ છે. પોરબંદરમાં ધંધ-ઉદ્યોગ લગભગ પડી ભાંગ્યા છે. પ્રવાસીધામ તરીકે પણ કોઈ વિકાસ થઈ રહેલ નથી ત્યારે નાના ધંધાથીઓ સાફઈ વેરો, ગટર વેરો ભરી જ રહયા છે ત્યારે વધારાનો માસીક રૂા. ૧૦૦૦/- જેવો બોજો નાખવાનો ઠરાવ પણ અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (૮)

નગરપાલિકા સંચાલિત ઓડદર ખાતેની ગૌશાળાની દિવાલ ઉંચી કરવા તથા ફેન્સીંગ કામ તેમજ લાઈટની સુવિધા અને હાઈમસ્ટ ટાવર ના કરવા માટે રૂા. ૫૦/- લાખનો ખર્ચ કરવાનો ઠરાવ પણ મુખ્ય એજન્ડામાં લઈ ને કરવાને બદલે અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યો છે.

અધયક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમનં.(૯)

નવા કુંભાર વાડામાં, દરાણીયા ચોકમાં પાણી ના ટાંકા પાસે ઓરડી અને સ્ટેન્ડ બીજ જરૂરી હોય અને ત્યાં ઓટલો બનાવવની દરખાસ્ત સદસ્ય તરફથી આવેલ હોય તે કામ કરવા અને ખચના બીલો મંજુર કરી ચુકવવાની સત્તા પ્રમુખને આપવાનો ઠરાવ પણ અધ્યક્ષ સ્થાને થી લેવામાં આવેલ છે આ કામનો એજન્ડામાં સમાવેશ કરી શકાયો હોત તેમ છતા અધ્યક્ષ સ્થાને થી શા માટે ?

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમનં. (૧૦) સ્વાર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૨-૨૩ ની રૂ ૨૦ લાખ ની ગ્રાન્ટ કે જે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ માટે ફાળવવામાં આવી છે તે બાબતે ના કામો નિયત કરવા અને આગળની કાર્યવાહી કરવાનો ઠરાવ પણ રેગ્યુલર એજન્ડા મારફત કરવાને બદલે અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ આઈટમ નં. (૧૧)

જિલ્લા આયોજન કચેરી ૨૩-૨૪ ની વિવેકાધીન જોગવાઈની રૂા. ૨૫/- લાખ ની ગ્રાન્ટ નગરપાલિકાને ફળાવેલ હોય તેના કામ નિયમ કરવાનો ઠરાવ પણ રેગ્યુલર એજન્ડામાં લેવાને બદલે જનરલ બોર્ડમાં રજુ કર્યા વિના અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ રથાનેથી રજુ થયેલ આઈટમ નં. (૧૨)

ધારાસભ્ય અને સંસદ સભ્યની ૧૫% વિવેકાધીન જોગવાઈ તથા જિલ્લા આયોજન ધ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો અન્વયે કામના અંદાજો, પ્લાનો તૈયાર કરવા, સુપરવિઝન કરવા આઉટસોર્સ ધ્વારા કન્સલટન્ટ નિમવા બાબતનો ઠરાવ પણ અધ્યક્ષ સ્થાને થી પ્રમુખને સત્તા આપતો કરી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ આઈટમ નં. (૧૩)

શહેરી વિકાસ વર્ષ-૨૦૦૫ માં નગરપાલિકાના એમ.જી.રોડ ને ગૌરવ પથ તરીકે ડેવલપ કરવામાં આવેલ જે કામની એજન્સી મે. બી.એલ. કાપડીયા ધ્વારા કરવામાં આવેલ જે કામની ફરીયાદો આવતા અને કા.પા.ઈજનેર ધ્વારા ચકાસણી થતા અને એજન્સી ની જવાબદારી ફીકસ કરવાની થતી હતી તેને બદલે જ.ક.ઠ.નં. ૧૩૬ તા. ૩૦/૭/૧૫ થી ટેકનીકલ સ્ટાફને માત્ર ઠપકો આપી તકેદારી રાખવાનું જણાવી ફરીયાદ દફતરે કરી દેવાનું ઠરાવવામાં આવેલ હવે જયાર પ્રા.કમિ.શ્રીના પત્રથી જવાબદાર એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવા સૂચના થઈ આવતા આ કામની એજન્સી ને બ્લેક લીસ્ટ કરવાનો ઠરાવ પણ એજન્ડામાં લેવાને બદલે અધ્યક્ષ સ્થાને લખી લેવામાં આવ્યો છે. અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (૧૪)

જેમ પોર્ટલ અંગે સ્પેસીફીકેશન વિગેરે તથા તમામ પ્રકારની પ્રક્રિયા કરવા માટે પી.એમ.સી.ટી.પી.આઈ.(કન્સ્લટન્ટ)ની નિમણુંક કરવાની સતા પ્રમુખને આપવાનો ઠરાવ પણ આ સભાના મુખ્ય એજન્ડમાં લેવાને બદલે અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાને થી રજુ થયેલ આઈટમ નં. (૧૫)

પોરબંદર છાયા નગરપાલિકાના ડ્રેનેજ ટેક્સ ના નિયમો મંજૂર થયેલા છે તેમાં સાથેના પરિશિષ્ટ મુજબ (પરિશિષ્ટ આપેલ નથી ) વાર્ષિક દર ના નિયમોમાં સુધારો કરી ને ચાર્જીસમાં વધારો કરવાનુ મંજુર કરતો ઠરાવ પણ રેગ્યુલર એજન્ડામાં લેવાને બદલે અધ્યક્ષ સ્થાને થી કરી લેવામાં આવ્યો છે.

આમ, ઉપરોકત ૧૫ મુદાઓ નિયમિત એજન્ડામાં સામેલ કરાયેલ નથી અને ૧૩-૧-૨૦૨૩ ની સામાન્ય સભામાં રજુ પણ કરવામાં આવેલ નથી. સભા પુરી થયા પછી અનુકુળતા મુજબ અધ્યક્ષ સ્થાને થી લખી લેવામાં આવ્યા છે જે સંપુર્ણ પણે મ્યુનિસીપાલ અધિનિયમ અને કાયદાઓની વિરુધ્ધના હોય અધ્યક્ષ સ્થાને થી કરવામાં આવેલ આ તમામ ઠરાવો સ્થગિત કરવા અને ૨દ કરવા તથા તેની અમલવારી નહીં કરવા યોગ્ય સુચના અને હુકમ કરવા રજૂઆત માં જણાવ્યું છે અને જો તેમ કરવામાં નહી આવે તો કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે અને જરૂરી પડયે કાનુની સલાહ મેળવી ને ગુજરાતની હાઈકોર્ટ સમક્ષ અરજ કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યુંછે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે