Tuesday, April 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં હજારો રઘુવંશીઓ જોડાશે.

પરમ પૂજય સંત શિરોમણી જલારામબાપાની ૨૨૪મી જન્મ જયંતી મહોત્સવનું મહાપર્વ કારતક સુદ સાતમને રવિવારે તા. ૧૯-૧૧-૨૦૨૩ના પવિત્ર દિવસે આવી રહ્યું છે. દર વર્ષની જેમ જ રાણાવાવ શહેર અને તેની આસપાસ વસતા તમામ રઘુવંશી પરિવારોનો અદમ્ય ઉત્સાહ અને વધતીજતી ભવ્યતાની પરંપરા આ વર્ષે પણ પરિપૂર્ણ કરવા તમામ રઘુવંશીઓમાં થનગનતા સ્વયંભુ જોશ દ્વિદિવસીય મનોરથ ઉજવવા પ્રેરણા આપે છે. આ સમગ્ર ઉજવણી પર્વમાં તન, મન ધનથી જોડાઇ અને પૂ. બાપા પ્રત્યેની આસ્થા પ્રગટ કરવા સમસ્ત લોહાણા મહાજન રાણાવાવ તથા અંર્તગત તમામ સંસ્થાઓએ નિમંત્રણ પાઠવ્યું છે.

આ ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમોમાં કારતક સુદ છઠ શનિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨૩ સાંજે ૫ થી ૮:૩૦ કલાકે,અન્નકૂટ દર્શન, પ્રસાદનું આયોજન સત્સંગ અને ભજનસંધ્યા, તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તથા સર્વે જ્ઞાતિજનો માટે જલારામ પ્રસાદ સાંજે ૮:૩૦ કલાકે યોજાશે. કારતક સુદ સાતમ રવિવાર તા. ૧૯-૧૧-૨૦૨૩ના શોભાયાત્રાનું આયોજન થયું છે. બેંડવાજા, ઢોલનગારા, ભવ્ય શણગાર, વાજતે ગાજતે જમનાદાસભાઇ દાવડાના ઘરેથી શોભાયાત્રા બપોરે ૪:૩૦ કલાકે શરૂ થઇ ૭:૩૦ કલાકે લોહાણા મહાજનવાડી ગોપાલપરા ખાતે વિરામ લેશે. ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકે પૂજય જલારામબાપાની મહાઆરતી યોજાશે અને સાંજે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૮-૧૧-૨૦૨૩ શનિવારે સાંજે ૫ થી ૮:૩૦ સુધી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ (પ્રકાશભાઇ રૂપારેલ, પોરબંદર)ના સથવારે જલારામબાપા, શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુના ધોળ, કીર્તન પદનો અલૌકિક ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે.

બ્લડ ડોનેશન કેમ્પ

અન્નકોટ સાથે ઉપરના ભાગમાં અગાઉના વર્ષોની જેમ આશા હોસ્પિટલ પોરબંદરની બ્લડ બેન્ક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૪મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં શ્રી લોહાણા મહાજન તથા અંતર્ગત સંસ્થાઓ દ્વારા આયોજીત મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેથી રાણાવાવ તથા નજીકના ગ્રામ્ય વિસ્તારના વિરલ રકતદાતા ભાઇ-બહેનોને શ્રી લોહાણા મહાજન તરફથી આ નિઃસ્વાર્થ સેવાકીય કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. તા. ૧૮-૧૧-૨૩ શનિવારે સાંજે ૫ થી ૮:૩૦ સુધી લોહાણા મહાજનવાડી, ગોપાલપરા ખાતે આયોજિત આ કેમ્પના આયોજક સમસ્ત લોહાણા મહાજન-રાણાવાવ છે.

સમગ્ર આયોજનમાં યુવક મંડળના સુનિલભાઇ અમલાણી, કલ્પેશભાઇ રાયચુરા, બ્રિજેશભાઇ માખેચા, મયંકભાઇ અમલાણી, હિતલભાઇ રાજાણી, ધર્મેશભાઇ રાચ્છ, દેવેનભાઇ તન્ના, અશ્વિન સોનઘેલાણી, પ્રદિપભાઇ અમલાણી, રામુભાઇ રાયચુરા, વિશાલભાઇ દાસાણી, તથા વૈભવભાઈ કારીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

વાહન શુશોભન, મહાજનવાડી શણગાર, અન્નકૂટ સજાવટ, શોભાયાત્રા વગેરેની તૈયારીમાં સ્વયંભૂ જોડાવા અને ઉત્સાહ બતાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે પ્રમુખ ભરતભાઇ રાજાણી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ માખેચા, ઉપપ્રમુખ તુલસીભાઇ અમલાણી અને મંત્રી મનસુખભાઇ રાયચુરા તથા મયંકભાઇ અમલાણી મો.૯૯૨૪૪ ૧૬૨૩૭, હર્ષિતભાઇ કારીયા મો. ૮૧૪૧૦ ૩૦૦૭૬, આશિષભાઇ અમલાણી-૯૮૭૯૭ ૨૨૩૧૦, કમલેશભાઇ લુક્કા મો.૯૮૭૯૪ ૯૬૦૪૧, કમલેશભાઇ રાજાણી મો.૯૯૦૯૦ ૧૦૮૩૨, મનસુખભાઇ રાયચુરા મો. ૯૧૭૩૮ ૩૦૨૧૯, અને સુનિલભાઇ અમલાણી મો. ૯૯૨૪૯ ૪૬૮૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે