પોરબંદરના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા હતા. જેમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે અઢળક કરીયાવર પણ દાતાઓના સહયોગથી અપાયો હતો.
દેવદિવાળી ના દિવસે પોરબંદર ના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવેશ્વર ગરબી મંડળ-ઓમ ગૃપ-મેરી સહેલી ગૃપ દ્વારા તુલસી વિવાહ નિમીતે એક મધ્યમવર્ગની દીકરીના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા તથા સાથે તુલસી વિવાહનું પણ આયોજન થયું હતું.
આ લગ્નમાં દીકરીને સંસ્થાઓ દ્વારા દાતાના સહયોગથી અઢળક કરીયાવર આપવામાં આવેલ, જેમાં સોનાની બુટી, ચાંદીના સદરા, સોનાના દાણા, કબાટ, પલંગ તેમજ ગીરીશભાઈ વ્યાસ તરફથી રસોડાની તમામ વસ્તુઓ આપવામાં આવેલ. પોરબંદરના દાતાઓ તરફથી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપવામાં આવેલ. આ લગ્નમાં ભોજનની વ્યવસ્થા સ્વ. જીતેનગીરી ભગવાનગીરી ગૌસ્વામી પરીવાર તરફથી આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ મોઢવાડીયા, નગરપાલીકાના સરજુભાઈ કારીયા, મહિલા સુધરાઈ સભ્ય ચેતનાબેન તિવારી વગેરે હાજર રહેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશ્વર ગરબી મંડળના પ્રમુખ ઉપેન્દ્રભાઈ શુકલ, જીવનભાઈ, અજય દવે, નરસીભાઈ, રામભાઈ ઘડીયારી, કિશોરભાઈ પંડયા, કીરીટભાઈ પંડયા તેમજ મેરી સહેલી ગૃપના શોભનાબેન, પારુલબેન, મધુબેન, પુનમબેન, ભારતીબેન અને જયોતીબેન, ઓમ ગૃપના સંજય માળી તેમજ મેમ્બરોએ જહેમત ઉઠાવેલ.
ઈલાબેન બારોટ તરફથી મેકઅપ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ અને તરૂણાબેન ગોસ્વામી તરફથી કપડા વિનામૂલ્યે આપવામાં આવેલ તેમજ નિહાર કલાસીસના સુરભીબેન અને વિદ્યાર્થીઓએ ખુબ સેવા કરેલ. આ લગ્નવિધિ હિતેશભાઈ દવેએ સંપન્ન કરાવેલ હતી, મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.




