Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર તાલુકા ભાજપ મહામંત્રી ને ફોન પર ધમકી

પોરબંદર તાલુકા ભાજપ મહામંત્રી ને બે શખ્સો એ ફોન પર ધમકી આપ્યા ની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના બળેજ ગામના અગ્રણી તથા તાલુકા ભાજપ મહામંત્રી લીલાભાઈ લખમણ પરમારે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા ૨૩-૧૦ ના રોજ સાંજે તેઓ
પોતાની કાર લઇ ને માધવપુર ગામે કામ હોવાથી આવતા હતા. ત્યારે બળેજ ગામના બસ સ્ટેન્ડ ના રોડ ઉપર પહોંચ્યા. ત્યારે સામેથી એક ટ્રક આવતો હતો. જેનો ડ્રાઇવર ફોનમાં વાત કરતો, ડ્રાઇવિંગ કરતો હોવાથી તેનું ધ્યાન રોડ ઉપર ન હતું.

જેથી તેનો ટ્રક લીલાભાઈ ની કાર સાથે અથડાવા જતા લીલાભાઈ એ પોતાની કાર રોડ ઉપર થી નીચે ઉતારી લીધી હતી. અને કાર સાઈડ માં રાખી ટ્રક રજી.નં.૯૨૨૮ જેના આગળની સીરીઝ નંબર યાદ નથી તેનો ડ્રાઇવર બળેજ ગામનો જ લાખાભાઇ ડાયાભાઇ હતો. આથી તેને ટ્રક ધ્યાનથી જોઇને ચલાવવા ઠપકો આપતા તેણે લીલાભાઈ ને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.ત્યાર બાદ કાલે તા ૨૫ ના રોજ સવારે તેના મોબાઈલ માં એક કોલ આવ્યો હતો. જે તેઓ કામ માં હોવાથી ઉપાડ્યો ન હતો ત્યાર બાદ તેઓએ સામે થી તે નંબર પર ફોન કરતા સામેની વ્યક્તિ એ પોતે લાખાભાઇ બોલતો હોવાનું તથા તે દિવસે શા માટે રાડો પાડી ગાળો બોલતા હતા તેમ કહી લીલાભાઈ ને જેમફાવે તેમ ગાળો કાઢવા લાગ્યો હતો.

અને તારાથી થાય તે કરી લેજે અને તારે બાધવું હોય તો અહીં આવ નહીતર હું ત્યા આવું તેમ કહ્યું હતું તથા તું અહીં રોડ ઉપર તારી ફોરવ્હીલર લઇને આવ તારી માથે ગાડી ચડાવી દેવી છે. આમ ધમકી આપી હતી. તે દરમીયાન ફોનમાં તેના પિતા ડાયાભાઇ સખાભાઇ ઉલવાએ પણ તેની સાથે ફોન માં વસત કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી માર મારવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે