Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણાના હત્યા ની કૌશિશ ના ગુન્હા માં પોરબંદર કોર્ટે આરોપીને દસ વર્ષ ની સજા ફટકારી

કુતિયાણામાં આઠ વર્ષ પૂર્વે થયેલ હત્યા ની કૌશીસ ના ગુન્હા માં કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સજા ફટકારી છે.

કુતિયાણા ના ચુનારાવાસ માં સોનુસિંગ સંતોકસિંગ દુદાણી ને પ્રેમસિંગ સુરસિંગની સાથે ડુક્કર પકડવાના ઈજારા બાબતે મનદુઃખ ચાલતું હોવાથી ગત તા ૧૬/૯/૨૦૧૫ ના રોજ રાત્રે સોનુસિંગ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો એ પ્રેમસિંગની દીવાલ ટપી ઘર માં પ્રવેશ કરી સોનું સિંગે પ્રેમસિંગને તલવારનો એક ઘા ગળાના ભાગે જોરદાર રીતે મારી ગંભીર જીવલેણ ઈજા કરી હતી. જેથી પ્રેમ સિંગ ના પુત્ર ગુરૂમુખસિંગે તે અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ પોરબંદર ની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી.જેઠવા દવારા ૩૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૭ જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા. તેમજ ધારદાર દલીલો રજુ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.પંચાલ દવારા સોનુસિંગ વિરૂધ્ધ ગુન્હો સાબિત માની દસ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે