Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ચૌટા નજીક વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ માટે ગયેલા પીજીવીસીએલ કર્મચારી નું વિચિત્ર અકસ્માત માં મોત:કર્મચારીઓ માં શોક નું મોજું

કુતિયાણા ના ચૌટા ગામે વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ કરી રહેલા કર્મચારી કુવામાં ખાબકતા કુવામાં રહેલ ઝેરી જનાવરે દંશ દેતા મોત થયું છે. બનાવ ના પગલે પી.જી.વી.સી.એલ.કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કુતિયાણા પંથકના ચૌટા ગામે પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી. અને ફરજ પર રહેલા ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ ચેકિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન સિમેન્ટની એક પાટથી આગળ વધીને બીજી પાટ ઉપર પગ મુકતા જ તે પાટ તૂટી જતા આ કર્મચારી કુવામાં ખાબક્યા હતા અને કુવામાં રહેલ સાપ હતો. આ સાપ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને કરડી જતા તેઓનું મોત નીપજ્યું હતું.

પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ વિજયકુમાર ભીમશીભાઇ વરૂ (ઉવ ૩૪) પોતાની સરકારી ફરજ પર હતા તે દરમ્યાન ટીમ સાથે ચૌટા ગામ વાડી વિસ્તાર ના વીજ ગ્રાહક મંજુબેન કનુભાઇ વસરાની વાડીએ વીજ ચેકિંગમાં ગયા હતાં. તે દરમ્યાન વીજ ગ્રાહકની વાડીએ પડતર હાલતમા એક કુવો હોઇ જે કુવા ઉપર સિમેન્ટ ની પાટ ઢાકેલ હોય તે પાટ પર પગ મુકતા અચાનક પાટ તૂટી જતાં વિજયકુમાર કુવામાં ખાબક્યા હતા જેથી તેઓને પીઠ ના ભાગે ઈજાઓ થઇ હતી તેઓ કુવામાં પડ્યાં તેમાં કુવામાં ઝેરી જનાવર હતું જે તેઓને કરડતા તેનું મોત થયું હતું.

19 તારીખની આ ઘટનાને લઇ ચૌટા ગામ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે કુતિયાણા પીજીવીસીએલ સબડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ હમીરભાઇ ઓડેદરાએ ઘટના બાદ બપોરે ૪ પોલીસને જાણ કરતા આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશન ઓફિસર આર.ડી. કટારીયાએ એડી દાખલ કરતાં પીએસઆઇ કે એન ઠાકરીયાએ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પોલીસ સમક્ષ જાહેર કરનાર કુતિયાણા પીજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ ઓડેદરાએ જણાવ્યું કે કૂવામાં પડતા જ વિજયે બૂમાબૂમ કરી મૂકી અને રાડારાડ થઈ ગઈ હતી. અમે નજીકમાંથી એમને બહાર કાઢવા માટે દોરડું લઈ આવ્યાં. અંદરથી એણે દોરડું પોતાના શરીરના ભાગે બાંધ્યું અને વિજયને બહાર પણ કાઢવામાં આવ્યો. બહાર નીકળતાની સાથે જ તેણે કહ્યું કે “કુવાની અંદર મને ગળાના ભાગે સાપ કરડી ગયો છે.” અમે સાપે કરડેલા ઘાના નિશાન પણ જોયાં. તાત્કાલિક અમે વિજયને કુતિયાણા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં. પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ઉપલેટા લઈ ગયા હતાં. વિજય કુતિયાણામાંથી જ બોલવાનું બંધ કરી દીધું હતું અને ઉપલેટા પહોંચ્યા ત્યારે જોતાં જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.અને કુતિયાણા સરકારી દવાખાને તેઓનું પીએમ કરવામાં આવ્યું હતું.

મૃતક વિજયભાઈના પરિવારમાં એક નાનો ભાઈ એક બેન હોવાનું અને તેઓના પિતા એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે અને વિજયભાઈ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી પીજીવીસીએલમાં જોડાયા હતા અને બે અઠવાડિયા પહેલા તેમની સગાઈ પણ થઇ હોવાનું જાણવા મળે છે ત્યારે બનાવ ના પગલે પરિવારમાં અને પીજીવીસીએલનાં કર્મચારીઓ માં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે