પોરબંદર માં દોઢ માસ પૂર્વે થયેલ યુવાનની હત્યા મામલે અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા બાદ વધુ એક આરોપી ની ધરપકડ કરાઈ છે.
પોરબંદર એસઓજી ના ઇન્ચાર્જ પી આઈ એચ બી ધાંધલ્યા અને સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. તે દરમ્યાન માહિતી મળી હતી કે દોઢ માસ પૂર્વે રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની હત્યા કરી નાસતા ફરતા ત્રણ આરોપીઓ પૈકી રાણો ઉર્ફે રણીયો પરબત પરમાર(રે બોખીરા ,વાછરાદાદા ના મંદિર વળી ગલી માં)નામનો શખ્શ કુછડી તરફ જતા રસ્તે આવેલ ચામુંડા માતાજી ના મંદિર પાસે ઉભો છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી. અને રણીયા ની ધરપકડ કરી હતી. હજુ આ હત્યા મામલે બે આરોપીઓ રાજુ કારા ઓડેદરા અને ભાવિન ઉર્ફે ચકરડી નામના શખ્સ ફરાર છે. જેની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. ઝડપાયેલો રાણો નામનો શખ્શ દુબઈ નાસી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે તે ઝડપાઈ જતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જો કે તે સામે થી રજુ થયું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.