પોરબંદરમાં યોજાયેલી લોકઅદાલત માં ૨૫૭૨ કેસનો સમાધાન થી નિકાલ આવ્યો હતો.
પોરબંદર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દ્વારા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઇ હતી. જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી-લીટીગેશનના કુલ ૧૩૦૭ કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ ૨૫૬ કેસો તથા સ્પેશ્યલ સીટિંગના કુલ ૧૦૦૯ કેસો મળીને કુલ ૨૫૭૨ કેસોનો નિકાલ થયો હતો. તેમજ કુલ ૪,૩૫,૬૧,૨૫૬ રૂપિયા જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો.
