Tuesday, June 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભારતીય કોસ્ટગાર્ડ:૧૯૭૭ થી દેશ ના દરિયાઈ સીમાડા ની સુરક્ષા કરતું જાગૃત પ્રહરી:ખાસ અહેવાલ

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ૪૮ માં રાઈઝીંગ ડે ની ઉજવણી ઠેર ઠેર થઇ રહી છે ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી ની કામગીરી અને ભાવી આયોજન અંગે વિગતો જાહેર કરવામાં આવી છે.જાણીએ આ ખાસ અહેવાલ માં

ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા 01 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના ‘48મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 1977માં માત્ર 07 સરફેસ પ્લેટફોર્મ સાથેની સાધારણ શરૂઆતથી, ICG દ્વારા પોતાની ઇન્વેન્ટરીમાં 152 જહાજો અને 78 એરક્રાફ્ટ ઉમેરા સાથે તે એક પ્રચંડ દળમાં વિકાસ પામ્યું છે અને 2030 સુધીમાં 200 સરફેસ પ્લેટફોર્મ તેમજ 100 એરક્રાફ્ટ ધરાવતા દળ તરીકે વિસ્તરણ થવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે તેવી સંભાવના છે.

ICGને હવે તેની સિદ્ધિઓને કારણે તેમજ પડકારજનક વાતાવરણમાં તેની સંપત્તિઓનું સંચાલન કરતી કાર્યક્ષમતા બદલ વિશ્વના પ્રખ્યાત તટરક્ષક દળો પૈકી એક માનવામાં આવે છે, જેની મદદથી તેઓ ચોવીસ કલાક સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ICG પોતાના આદર્શ વાક્ય “વયમ રક્ષામ:” અર્થાત્ “અમે રક્ષણ કરીએ છીએ”ને યથાર્થ કરીને, આ સેવાએ 1977માં તેનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 11,554થી વધુ જીવ બચાવ્યા છે અને વર્ષ 2023માં 200 જીવન બચાવ્યા છે. તેમણે દર બીજા દિવસે એક મૂલ્યવાન જીવન બચાવવામાં મદદ કરી છે.

ભારતના સમુદ્રી ઝોનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ભારતીય તટરક્ષક દળ દરરોજ લગભગ 50 થી 60 જહાજો અને 10 થી 12 વિમાનો તૈનાત કરીને 24 x 7 સતર્કતા જાળવી રાખી છે. આપણા સમુદ્રી માર્ગો દ્વારા સમુદ્રી પરિવહન માટે સલામત માહોલ સુનિશ્ચિત કરવા ઉપરાંત, વિવિધ હિતધારકો દ્વારા બ્લુ ઇકોનોમીના પ્રયાસો પર ટકાઉક્ષમ પ્રગતિને સરળ બનાવવા માટે આપણા સમુદ્રોને મુક્ત અને સુરક્ષિત રાખવાની રાષ્ટ્રની અપેક્ષાને પૂર્ણ કરવા માટે આ સતર્કતા રાખવામાં આવે છે. એવી કલ્પના કરવામાં આવી છે કે ભાવિ ICG ભારતના સમુદ્રી ઝોનમાં મજબૂત હાજરી દર્શાવીને સર્વવ્યાપી રહેશે.

ઓવરલેપિંગ થતા અધિકારક્ષેત્ર સાથેનો વિશાળ સમુદ્ર દેશ વિરોધી તત્વોને દરિયામાં કામ કરતા નાવિક તરીકે પોતાની જાતને દર્શાવીને સમુદ્ર માર્ગોનો ગેરલાભ ઉઠાવવાની એક રીત પૂરી પાડે છે. સમુદ્રી કાયદા અમલીકરણને અનેકગણી રીતે મજબૂત કરવામાં આવ્યું છે અને ICG દ્વારા આપણા નજીકના દરિયાકાંઠા અને વાદળી પાણી (સમુદ્ર)માં હોક આઇ સતર્કતાના પરિણામ સ્વરૂપે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ₹15,343 કરોડનાં શસ્ત્રો, પ્રતિબંધિત અને માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે જેમાં માત્ર વર્ષ 2023માં જ ₹478 કરોડની કિંમતનો મુદ્દા-માલ જપ્ત કરવામાં આવ્યો છે. અમારી સહયોગી પગલાંઓએ અસરકારક પ્રતિરોધકતા ઉભી કરી છે અને દરિયામાં દેશ માટે એક ઢાલ બનાવી છે જ્યાં દાણચોરો દ્વારા કરવામાં ઘૂસણખોરી લગભગ અશક્ય બની ગઇ છે.

ICG ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ મિશનને અનુરૂપ સ્વદેશી અસ્કયામતો સામેલ કરવામાં અગ્રેસર છે અને તાજેતરનાં વર્ષોમાં અનેક સ્વદેશી જહાજો, વિમાનો અને સાધનો સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 03 શિપયાર્ડમાં 02 પ્રદૂષણ નિયંત્રણ જહાજ સહિત 21 જહાજોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે જે આપણા AoRમાં સમુદ્રી પ્રદૂષણ સામે લડવા માટે આપણા અગ્ર હરોળના જહાજો હશે. 16 ALH MK-III એરક્રાફ્ટને ICGમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમજ, 02 વધારાના ડોર્નિયર એરક્રાફ્ટની ખરીદી માટેનો કરાર સંપન્ન કરવામાં આવ્યો છે અને 09 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર માટેનો કરાર ટૂંક સમયમાં ફાઇનલ થઇ જશે તેવી સંભાવના છે.

આ ઉપરાંત, ભારતીય તટરક્ષક દળની પરિચાલન ક્ષમતાને મજબૂત બનાવવા માટે 08 ડોર્નિયર એરક્રાફ્ટ અને 06 મલ્ટિ-મિશન મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટની ખરીદી કરવાની કામગીરી પણ પાઇપલાઇનમાં છે. ICG વિમાનોના આધુનિકીકરણ માટે કાનપુર સ્થિત મેસર્સ HAL સાથે 17 ICG ડોર્નિયર મિડ-લાઇફ અપગ્રેડ કરારના ભાગરૂપે છ ડોર્નિયર એરક્રાફ્ટને પણ અત્યાધુનિક સિસ્ટમ/સેન્સર્સ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આપણી મોટાભાગની અસ્કયામતો સ્વદેશી રીતે ઉત્પાદિત છે અને આપણા મૂડી બજેટનો લગભગ 90% સ્વદેશી અસ્કયામતો પર ખર્ચ કરવામાં આવે છે.

‘ડિજિટલ સશસ્ત્ર દળ’ માટેના ભારત સરકારના વ્યૂહાત્મક દૃષ્ટિકોણનું પાલન કરવા માટે, સંરક્ષણ મંત્રાલય (MoD) અને M/s TCIL દ્વારા ડિજિટલ તટરક્ષક દળ (DCG) મિશનની સિદ્ધિ માટે પરિવર્તનકારી કરાર કરવામાં આવ્યા છે. પેપરલેસ ઓફિસની દિશામાં કરાયેલી આ એક મોટી પહેલ છે.

સમુદ્રી પર્યાવરણ સુરક્ષાના મોરચે, ICG દ્વારા ભારતીય EEZમાં ઓઇલ સ્પિલ રિસ્પોન્સ (તેલ ઢોળાઇ જવાની ઘટનામાં પ્રતિભાવ) માટે કેન્દ્રીય સંકલન સત્તામંડળ તરીકે કામ કરવામાં આવે છે, જેનાથી ગયા વર્ષ દરમિયાન ભારતીય જળસીમામાં ઓઇલ ઢોળાવાની કોઇ મોટી ઘટનાઓ ન બને તેવું સુનિશ્ચિત થઇ શક્યું છે. આ ઉપરાંત, ઓઇલ સ્પીલની ઘટનાઓને પ્રતિભાવ આપવા તમામ એજન્સીઓ વચ્ચેની તૈયારી અને સંકલનનું મૂલ્યાંકન કરવા માટે 23-25 નવેમ્બર 2023 દરમિયાન 25મી નેશનલ ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટીજન્સી પ્લાન બેઠક અને 9મી નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ કવાયત (NATPOLREX)નું આયોજન વાડીનારની બહાર કચ્છના અખાતમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે માનનીય પ્રધાનમંત્રીના વિઝનને આગળ ધપાવતા, સમગ્ર દેશમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અને ‘પુનિત સાગર અભિયાન’ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

છેલ્લા એક વર્ષમાં, ભારત સરકાર દ્વારા 195 જગ્યાઓની રચના કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જે ભારતીય તટરક્ષક દળને વિશ્વસનીય, ભરોસાપાત્ર અને સર્વવ્યાપી સમુદ્ર દળ તરીકે તેની ફરજો અસરકારક રીતે નિભાવવામાં મદદ કરશે.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ ભારતીય તટરક્ષક દળને રાષ્ટ્રની નૌકાદળ સેવાના 47 ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે અને સમુદ્રી ઝોનમાં રાષ્ટ્રના હિતોને આગળ વધારવામાં આ સેવા દ્વારા ભજવવામાં આવેલી નોંધપાત્ર ભૂમિકાની પ્રશંસા કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે