Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના ભોડદર ગામે ૬૧.૩૪ લાખ ના ખર્ચે નવનિર્મિત શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

આદિજાતિ, વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે રાણાવાવ તાલુકાના ભોડદર ગામે અંદાજે રૂ.૬૧.૩૪ લાખથી વધુના ખર્ચે બનેલા શાળાની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરીને તખ્તીનું અનાવરણ કર્યું હતું. અંદાજે રૂપિયા ૬૧.૩૪ લાખના ખર્ચે તૈયાર થયેલા શાળાના નવા બિલ્ડીંગમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ સહિત આધુનિક સુવિધાઓ સાથે ઓરડાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વિકસિત ભારતએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. રાણાવાવના ભોડદર ગામે આજે સ્કૂલના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવાનું તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. શહેરની સાથે છેવાડાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. ભોડદર ગામની નવી શાળામા વિધાર્થીઓને જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તમામ સમસ્યાનું નિવારણ શિક્ષણમાં છે. શિક્ષિત સમાજ આજની જરૂરિયાત છે, આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે, વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. વર્તમાન સરકાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે. મોદી સરકારની ગેરંટીનો રથ ગામે ગામ ફરીને જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે. મોદી સરકારની ગેરંટીનો આ રથ લઈને આપના ગામે અમે આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પોરબંદર જિલ્લામાં ૨૬ હજારથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા છે. ઉજ્વલા યોજના હેઠળ ૮૦૦ જેટલી ગેસ કીટસ લાભાર્થીઓને અપાઈ છે. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને સ્થળ પર મળી રહ્યા છે. આ માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું.

   આ તકે મંત્રીએ ભોડદર ગામની શાળાના બાંધકામમાં અંદાજે રૂ.૧૦ લાખની કિંમતનું ભૂમિદાન કરનાર માતાજીશ્રી રાજીમા, શ્યામ ભાઈ, દેવાયતભાઈનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યુ હતુ.
જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિત તમામ ક્ષેત્રે આજે વિકાસ થઈ રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે છે. વિકાસ લક્ષી યોજનાઓની હારમાળાથી છેવાડાના અંતિમ માણસના વિકાસ માટે વર્તમાન સરકાર તત્પર છે. રમેશભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે,  ભારત દેશ વિકસિત દેશ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ વિઝન સ્પષ્ટ છે. સરકારની યોજનાઓના ફળ ગામેગામ પહોંચી રહ્યા છે.
પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં વિકસિત ભારત યાત્રા હેઠળ રથ ફરી રહ્યો છે. આ રથમાં સરકારની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે. સરકારની તમામ યોજનાઓથી લાભાર્થીઓને અવગત કરવાની સાથે તેઓને સ્થળ પર જ લાભ મળી રહે તે પ્રકારનુ આયોજન થઇ રહયુ છે.શાળાની બાળાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કરાયુ હતુ. કાર્યક્રમમાં સૈાએ નરેન્દ્રભાઇ મોદીનો વિકસીત ભારત સંકલ્પનો વિડીયો સંદેશો સાંભળ્યો હતો. સખી મંડળની બહેનો દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરાયુ હતુ. મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરવામા આવી હતી. તથા ૧૦૦ ટકા નલ સે જલનુ પ્રમાણપત્ર મંત્રીના હસ્તે સરપંચને અપાયુ હતુ.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ તથા કાર્યક્રમની આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ જોશી અને વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, કરશન ભાઈ ઓડેદરા, રણવાવ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બાપોદરા, પ્રાંત અધિકારી પારસ વાંદા, જિલ્લા શિક્ષણ અધિકારી  કણસાગરા,  ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ, ગ્રામજનો, શાળાના વિધાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે